________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવ-શાસ્ત્ર-ગુરુ: ૨૭ ફાટશે ત્યારે નરક નિગોદમાં ચાલ્યો જાશે. ભલે બહારથી રાજપાટ સ્ત્રી પુત્રાદિ છોડયા હોય પણ આત્માના ભાન વિનાનો કષાય ટળતો નથી, દબાય છે અને કાળક્રમે ફાટતા તીવ્ર કષાય થાય છે.
-આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯
(૮૨) પ્રશ્ન- ભાવલિંગી મુનિનું સાચું લક્ષણ શું?
ઉત્તર:- અંતર્મુહૂર્તમાં છઠ્ઠી-સાતમાં ગુણસ્થાને આવ્યા કરે તે ભાવલિંગી મુનિનું લક્ષણ છે. છઠ્ઠા ગુણસ્થાને પણ અંદર શુદ્ધ પરિણતિ રહે છે તે ભાવલિંગપણું છે. મુનિદશામાં તો આનંદનું પ્રચુર સ્વસંવેદન હોય છે, ચોથા-પાંચમાં ગુણસ્થાને આનંદનું વેદન હોય છે પણ અલ્પ છે. પ્રચુર આનંદનું વદન તો ભાવલિંગી મુનિને હોય છે.
-આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
(૮૩) પ્રશ્ન:- ભાવલિંગી મુનિઓને છઠ્ઠા ગુણસ્થાને શુભભાવ આવે છે, તો તે પણ મોક્ષમાર્ગ છે? શું તેને તે ભલો અને સુખરૂપ લાગે છે? જો નહિં તો કેમ ?
ઉત્તર- ભાવલિંગી મુનિઓને છઠ્ઠી ગુણસ્થાને શુભરાગ આવે છે તે પ્રમાદ છે, શાસ્ત્રમાં તેને જગપંથ કહ્યો છે. સ્વરૂપમાં ઠરી જવું એ જ મુનિદશા છે, એમાંથી શુભરાગમાં આવવું ગોઠતું નથી. જેમ ચક્રવર્તીને પોતાના સુખદાયી મહેલમાંથી બહાર આવવું ગમતું નથી તેમ ચૈતન્યમહેલમાં જે વિશ્રાંતિથી બેઠા છે તેને એ સુખદાયી ચૈતન્યમહેલમાંથી બહાર આવવું ગમતું નથી. અશુભરાગ તો પાપરૂપ ઝેર છે પણ શુભરાગ પણ દુઃખરૂપ બંધન છે. આત્મા અતીન્દ્રિય જ્ઞાનાનંદની મૂર્તિ છે એવા
સ્વરૂપની ઓળખાણ થઈ છે તેને સ્વરૂપમાંથી બહાર આવવું ગમતું નથી. જેને ૯૬ હજાર રાણીઓ, ૯૬ કરોડ ગામ ને ૧૬ હજાર દેવી સેવા કરનાર છે એવી સાહ્યબીમાં પડેલાં ચક્રવર્તી મળને છોડે તેમ વિભૂતિને ક્ષણમાં છોડી આનંદનો ઉગ્ર સ્વાદ લેવા વનમાં ચાલી નીકળે છે. એ અતીન્દ્રિય આનંદનો ઉગ્ર-પ્રચુર સ્વાદ લેનારને શુભરાગમાં આવવું મુશ્કેલ લાગે છે, બોજો લાગે છે, બહાર આવવું ગમતું નથી. શાસ્ત્ર રચવાનો કે ઉપદેશ દેવાનો વિકલ્પ આવે છે પણ તે બોજારૂપ લાગે છે.
-આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૩-૨૪
(૮૪) પ્રશ્ન- સમ્યગ્દર્શન થયા પછી સાધુપણા માટે વ્રતાદિ તો કરવા પડશે ને?
ઉત્તર- ભાઈ ! સાધુપણું બહારથી કે વ્રતાદિના વિકલ્પોથી આવતું નથી, અતીન્દ્રિય આનંદની જમાવટ થાય તે સાધુપણું છે, પણ વ્રતાદિ કરવા પડે તે સાધુપણું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com