________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬: જ્ઞાનગોષ્ઠી
(૭૭) પ્રશ્ન:- દ્રવ્યલિંગીને શુભમાં રુચિ છે કે અશુભમાં પણ છે? ઉત્તર- દ્રવ્યલિંગીને શુભમાં રુચિ છે.
-આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૬
(૭૮) પ્રશ્ન- કાયા અને કષાયમાં એકત્વ છે તેનો ખ્યાલ તેને આવે છે? ઉત્તરઃ- તેને ખ્યાલ આવતો નથી. –આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ર૬
(૭૯) પ્રશ્ન- તો ધારણાજ્ઞાન પણ તેને સાચું ન થયું?
ઉત્તરઃ- તત્ત્વના જાણપણાનું ધારણાજ્ઞાન તો બરાબર છે પણ પોતે ક્યાં અટકે છે તે પકડાતું નથી. કષાયની ઘણી મંદતા છે તેમાં સ્વાનુભવ માને છે.
–આત્મધર્મ અંક ૪૧૩, માર્ચ ૧૯૭૮, પૃષ્ઠ ૨૬
(૮૦) પ્રશ્ન:- એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું નથી, અડતું નથી, ચુંબતું નથી તેથી સમયસાર ગાથા ૩ માં કહ્યું છે કે આત્મા શરીરને તેમજ એક શરીર બીજાના શરીરને અડતા નથી. જીવ ખોરાકને લઈ શકતો નથી. ભાષા બોલી શકતો નથી. પર વસ્તુ ચોરી શકાતી નથી. ધન-ધાન્ય આદિ ગ્રહણ કરી શકાતા નથી તો મુનિઓ હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મ ને પરિગ્રહનો ત્યાગ શા માટે કરે છે ?
ઉત્તર- ભાઈ ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું કે અડતું નથી તે તો મહાસિદ્ધાંત છે, વસ્તુસ્થિતિ એમ જ છે. એક દ્રવ્ય બીજા જીવ કે પુદ્ગલદ્રવ્યને અડતું કે સ્પર્શ કરતું જ નથી અને અન્ય દ્રવ્યની ક્રિયાથી જીવને બંધ પણ થતો જ નથી, પરંતુ ત્યાં વિશેષ એ છે કે પરદ્રવ્યના લક્ષે થતાં રાગાદિ ભાવો જીવને બંધનું કારણ થતાં હોવાથી હિંસાદિ પોતાના પાપ ભાવોનો મુનિ ત્યાગ કરે છે તેથી તે રાગાદિ પાપ ભાવોના ત્યાગના નિમિત્તભૂત બાહ્ય હિંસાદિ પરદ્રવ્યોની ક્રિયાનો ત્યાગ કર્યો તેમ ઉપચારથી કહેવાય છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૭
(૮૧)
પ્રશ્ન- જ્ઞાન વગરનો વૈરાગ્ય તે સંધાયેલો કપાય છે?
ઉત્તર:- હા, આત્માના જ્ઞાન-ભાન વિનાના કષાયની મંદતાના વૈરાગ્યરૂપ પરિણામમાં કષાય દબાયેલો છે, કષાય ટળ્યો નથી. એ દબાયેલો-ધાયેલો કષાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com