________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવ-શાસ્ત્ર-ગુરુઃ ૨૫ ઉત્ત૨ઃ- સ્વસન્મુખ દષ્ટિ કરતો નથી અતીન્દ્રિય પ્રભુની સન્મુખ દષ્ટિ કરતો નથી. -આત્મધર્મ અંક ૪૪૬, ડીસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૭૨)
પ્રશ્ન:- દ્રવ્યલિંગી સ્વસન્મુખનો પ્રયત્ન કરતો નહિ હોય ?
ઉત્ત૨:- ના, તેને ધારણામાં બધી વાતો આવે છે પણ અંતરમુખનો પ્રયત્ન કરતો નથી. -આત્મધર્મ અંક ૪૪૬, ડીસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯
( ૭૩)
પ્રશ્ન:- દ્રવ્યલિંગીની ભૂમિકા કરતાં સમ્યક્ સન્મુખની ભૂમિકા કંઈક ઠીક છે? ઉત્ત૨:- હા, દ્રવ્યલિંગી તો સંતોષાઈ ગયો અને સમ્યક્ સન્મુખવાળો તો પ્રયત્ન કરે છે. -આત્મધર્મ અંક ૪૪૬, ડીસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯
(૭૪)
પ્રશ્નઃ- મુનિને આહારની વૃત્તિ ઊઠે છે છતાં મુનિદશા રહે છે, તેમ મુનિને વસ્ત્ર રાખવાની વૃત્તિ ઊઠે તો તેમાં શું દોષ છે?
ઉત્ત૨:- મુનિને આહા૨ની વૃત્તિ ઊઠે છે તે સંયમના હેતુથી શરીરના નિભાવ માટે છે અને વસ્ત્ર રાખવાનો ભાવ છે તે શરીરનું મમત્વ બતાવે છે તેથી વસ્ત્ર રાખવાની વૃત્તિથી મુનિદશા રહેતી નથી. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯
(૭૫)
પ્રશ્ન:- દ્રવ્યલિંગી શુદ્ધાત્માનું ચિંતવન નહિ કરતો હોય ?
ઉત્ત૨:- શુદ્ધાત્માનું ચિંતવન તો કરે પણ આત્મમય થઈને કરતો નથી. -આત્મધર્મ અંક ૪૨૮, જુન ૧૯૭૯, પૃષ્ઠ ૨૫
( ૭૬ )
પ્રશ્નઃ- દ્રવ્યલિંગી ક્રિયા કેટલી આકરી કરે, શાસ્ત્રના ભણતર પણ કેટલા હોય છે છતાં એનું બધું સ્થૂલતામાં નાખી દેવાય ?
ઉત્ત૨:- દ્રવ્યલિંગીએ ક્ષયોપશમની ધારણાથી ને બાહ્ય ત્યાગથી બધું કર્યું છે. એમ તો એને બાહ્યથી વૈરાગ્ય પણ ઘણો દેખાય. હજારો રાણી, રાજપાટ છોડયા હોય છે પણ એ એનો વૈરાગ્ય સાચો નથી. પુણ્ય-પાપના પરિણામથી અંદર વિરક્તિ થયો નથી. સ્વભાવ મહાપ્રભુ છે, અનંતાનંત ગુણોનો દરિયો આનંદથી ભર્યો છે, એનો અંદરથી મહિમા આવ્યો નથી.
-આત્મધર્મ અંક ૪૨૨, જુન ૧૯૭૯, પૃષ્ઠ ૨૫-૨૬
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com