________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦: જ્ઞાનગોષ્ઠી છે. પરમ સસ્વભાવ એવા દ્રવ્યસામાન્યની ઉપર લક્ષ જવું તે અલૌકિક વાત છે.
-આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ર૬
(૧૩૧) પ્રશ્ન- આ આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવવા છતાં પ્રગટ કેમ નહીં થતું હોય?
ઉત્તર:- એને યોગ્ય પુષાર્થ જોઈએ. અંદરમાં અપાર શક્તિ પડી છે તેનું માણભ્ય આવવું જોઈએ. વસ્તુ તો પ્રગટ છે જ, અપ્રગટ તો પર્યાયની અપેક્ષાએ કહેવાય છે. આમ તો વસ્તુ પ્રગટ જ છે, કાંઈ આડું ઢાંકણું નથી. પ્રથમ વસ્તુનું માહાભ્ય આવવું જોઈએ. ભાન થાય તો માહાભ્ય આવે એમ નહીં, કેટલાક એમ લઈ લ્ય છે; પણ પહેલા માહાભ્ય આવે તો મહાગ્ય આવતાં આવતાં ભાન થાય.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬
(૧૩૨). પ્રશ્ન- આત્માના જુદા જુદા ગુણો ખ્યાલમાં આવે છે પણ અભેદ ખ્યાલમાં કેમ નથી આવતો ?
ઉત્તરઃ- પોતે ખ્યાલમાં લેતો નથી એટલે આવતો નથી. અભેદને ખ્યાલમાં લેવો એ તો છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે. નિર્વિકલ્પ થાય ત્યારે અભેદ આત્મા ખ્યાલમાં આવે છે.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૪, પૃષ્ઠ ૨૭
(૧૩૩) પ્રશ્ન:- એ ખ્યાલમાં લેવો કઠણ પડે છે?
ઉત્તરઃ- ધી. રે.. વી... રે પ્રયત્ન કરવો, મૂંઝાવા જેવું નથી. અનુભવમાં આવી શકે એવો છે માટે ધી.. રે.. ધી.... રે પ્રયાસ કરવો, મૂંઝાવું નહિ, થઈ શકે એવું છે. આવા કાળે આવી ઊંચી વાત સાંભળવા મળી છે એ ઓછું છે!
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૪, પૃષ્ઠ ૨૭
(૧૩૪) પ્રશ્ન:- સમ્યગ્દર્શન થવા પહેલા કેવા પ્રકારના વિચારો ચાલતા હોય કે જેનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય?
ઉત્તર- કેવા પ્રકારના વિચારો ચાલતા હોય તેનો કોઈ નિયમ નથી. તત્ત્વના કોઈ પણ પ્રકારના વિચારો ચાલતા હોય તેનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે.
-આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭
(૧૩પ ) પ્રશ્ન- પરિચય કોનો રાખવો જોઈએ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com