________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬: જ્ઞાનગોષ્ઠી
ઉત્ત૨:- પુરુષાર્થ કરવો તે પોતાના હાથની વાત છે પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પુરુષાર્થને આધીન છે. ક્રમબદ્ધનો નિર્ણય સ્વસન્મુખના પુરુષાર્થ પૂર્વક જ થાય છે. -આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૯
(૫૭૪)
પ્રશ્ન:- જેને પુરુષાર્થ કરવો નથી એ ક્રમબદ્ધમાં થવું હશે તેમ થશે તેમ માનીને પ્રમાદમાં પડયો રહેશે ?
ઉત્ત૨:- અરે ભાઈ! ક્રમબદ્ધના નિર્ણયમાં અકર્તાવાદનો અનંતો પુરુષાર્થ થાય છે. અનંતો પુરુષાર્થ થયા વિના ક્રમબદ્ધ માની શકતો નથી. ક્રમબદ્ધનો સિદ્ધાંત એવો છે કે તે બધા વિરોધને તોડી નાખનારો છે. ક્રમબદ્ધમાં જ્ઞાતાપણાનો-અકર્તાપણાનો પુરુષાર્થ છે. રાગને ફેરવવો તો નથી પણ પર્યાયને કરવી કે ફેરવવી નથી. બસ જાણે....જાણે...ને જાણે, સમયસાર ગાથા ૩૨૦માં કહ્યું છે ને કે બંધમોક્ષને પણ કરતો નથી, જાણે જ છે. ક્રમબદ્ધના નિર્ણયવાળાનું લક્ષ દ્રવ્ય ઉપર છે. દ્રવ્ય ઉપર લક્ષવાળો જ્ઞાતા છે તેને ક્રમબદ્ધના કાળમાં રાગાદિ આવે છે પણ તેના ઉપર લક્ષ નથી, તેથી તે રાગાદિનો જાણનાર જ છે.
એક ક્રમબદ્ધને સમજે તો બધા ફેંસલા-ખુલાસા થઈ જાય. નિમિત્તથી થાય નહિ પર્યાય આડી-અવળી થાય નહિ અને થયા વિના રહે નહિ. પોતાની પર્યાયનો પણ અકર્તા થઈ જાય. ક્રમબદ્ધનું તાત્પર્ય વીતરાગતા છે.
-આત્મધર્મ અંક ૪૨૮, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૫
(૫૭૫ )
પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિ જ્યારે મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે કે મોક્ષની પર્યાય જ્યારે પ્રાપ્ત થવાની છે ત્યારે મોક્ષપ્રાપ્તિ સહજ પોતાથી થઈ જાય છે?
ઉત્ત૨:- આ સંબંધમાં અનેકાંત છે. સમ્યગ્દષ્ટિ જ્યારે મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ કરે
છે ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે. અને ત્યારે જ મોક્ષની પર્યાય થવા યોગ્ય થાય છે; આથી તે કાળે મોક્ષપ્રાપ્તિ સહજ થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ તો દ્રવ્ય-સ્વભાવ ઉપર દૃષ્ટિ કરે છે અર્થાત્ વાસ્તવમાં જ્યારે દ્રવ્યસ્વભાવ ૫૨ દૃષ્ટિ થાય છે, ત્યારે સહજરૂપથી મોક્ષપ્રાપ્તિ થવાયોગ્ય થાય છે જ. મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ ઘણો જ વિચિત્ર પ્રકારનો છે. તાત્પર્ય એ છે કે મોક્ષપ્રાપ્તિ માટે કોઈ બાહ્ય પ્રયત્ન કરવો નથી પડતો. પરંતુ સહજ દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ કરવી તથા તેમાંજ સ્થિરતા કરવી એ જ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે, પ્રયત્ન છે, પુરુષાર્થ છે.
હિન્દી આત્મધર્મ, ઓકટોબર ૧૯૮૧, પૃષ્ઠ ૨૩
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com