________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કમબદ્ધપર્યાયઃ ૧૮૭ (પ૭૬). પ્રશ્ન- સહજ દ્રવ્યસ્વભાવની દષ્ટિ અર્થાત્ આત્મપ્રાપ્તિ પુરુષાર્થથી થાય છે કે કાળલબ્ધિથી ?
ઉત્તર- વાસ્તવમાં પુરુષાર્થથી થાય છે. આત્મપ્રાતિ કહો કે સમ્યગ્દર્શન-એક જ વાત છે. જોકે સમયસારના કળશ ટીકાકાર પાંડ રાજમલજી તો ચોથા કળશની ટીકામાં કહે છે કે “સમ્યકત્વ-વસ્તુ યત્ન સાધ્ય નથી સહજરૂપ છે' પરંતુ ત્યાં તો અન્ય અપેક્ષા છે. ત્યાં તો એમ બતાવવું છે કે જ્યારે જીવને વધુમાં વધુ અર્ધપુદ્ગલપરાવર્તન કાળ બાકી રહે છે ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેઓ જાતે ત્યાં લખે છે
અનંત સંસાર જીવને ભ્રમણ કરતાં જાય છે તે સંસારી જીવ એક ભવ્યરાશી છે, એક અભવ્યરાશિ છે. તેમાં અભવ્યરાશિ જીવ ત્રણેકાળ મોક્ષ જવા માટે અધિકારી નથી. ભવ્ય જીવોમાં કેટલાક જીવ મોક્ષ જવા યોગ્ય છે. તેઓને મોક્ષ પહોંચવાનો કાળ-પરિમાણ છે. વિવરણ-આ જીવ આટલો કાળ વિત્યા પછી મોક્ષ થશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે. તે જીવ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તન માત્ર રહે છે ત્યારે સમ્યકત્વ ઉપજવા યોગ્ય છે તેનું નામ કાળલબ્ધિ કહેવાય છે. જો કે સમ્યક્ત્વરૂપ જીવદ્રવ્ય પરિણમે છે તોપણ કાળલબ્ધિ વગર કરોડ ઉપાય જો કરવામાં આવે તોપણ જીવ સમ્યકત્વરૂપ પરિણમવા માટે યોગ્ય નથી-એવો નિયમ છે તેથી જાણવું કે સમ્યત્વ વસ્તુ યત્ન સાધ્ય નથી. સહજરૂપ છે.
-હિન્દી આત્મધર્મ, ઓકટોબર ૧૯૮૧, પૃષ્ઠ ૨૩
(૫૭૭) પ્રશ્ન- જો એમ છે તો અમારે શું સમજવું?
ઉત્તર- જાઓ; જોકે કળશ ટીકાકારે તો અહીંયા કાળલબ્ધિની મુખ્યતાથી વ્યાખ્યાન કર્યું છે, તો પણ પુરુષાર્થ વગર કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી-આ પણ એટલો જ મહત્વનો સિદ્ધાંત છે. આત્મપ્રાપ્તિના પ્રસંગમાં તો તેની જ મુખ્યતા કરવી યોગ્ય છે. અહીંયા આ વાતનો વિચાર કરવા યોગ્ય છે કે આત્મપ્રાતિના પ્રસંગમાં સમ્યક પુરુષાર્થ શું છે? સમ્યક પુરુષાર્થ વિના આત્મપ્રાપ્તિ સંભવ નથી એટલી વાત તો સીધી જ છે કે પુરુષાર્થ વગર આત્મપ્રાપ્તિ થાય જ નહિ.
- હવે આ તો વિશ્વાસ થવો જોઈએ કે મારો સ્વકાળ આવી ગયો છે અને સર્વપ્રકારે અવસર આવી ગયો છે, હવે મારે સભ્યપુરુષાર્થ દ્વારા સમ્યક્દર્શન પ્રાપ્ત કરવું યોગ્ય છે. આખું જગત પોતાને રુચતી વાતનો તો તુરત જ વિશ્વાસ કરે છે પરંતુ આ સમ્યકપુરુષાર્થની વાતનો વિશ્વાસ નથી કરતું, કેવી વિચિત્ર વાત છે કે જે કાર્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com