________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮: જ્ઞાનગોષ્ઠી તેનાથી થઈ શકતું નથી, તેને તે કરી શકતો નથી, તેનો તો તરત વિશ્વાસ કરીને પુરુષાર્થ કરે છે, પરંતુ જે વસ્તુ પોતાની છે, પોતાનાથી થઈ શકે છે, તેનો ન વિશ્વાસ કરે છે અને ન પુરુષાર્થ કરે છે. તેથી હે ભાઈ ! તું તો એવી શ્રદ્ધા કર કે હું તો સંસાર સાગરથી તરવાના માર્ગ ઉપર જ જઈ રહ્યો છે. મારું સંસાર-ભ્રમણ સમાપ્તિ પર છે. તેથી ભવ-રહિત સ્વભાવની વૃદ્ધિ કરીને પોતાનું હિત કરી લેવું જોઈએ.
-હિન્દી આત્મધર્મ, ઓકટોબર ૧૯૮૧, પૃષ્ઠ ૨૪
(૫૭૮) પ્રશ્ન:- રાજમલ્લજી કાળલબ્ધિને જ્યાં હોય ત્યાં કેમ નાખે છે?
ઉત્તર- પાંચ સમવાય સાથે જ છે, રાજમલજીને કાળલબ્ધિ સિદ્ધ કરવી છે, હું તો પહેલેથી જ કહું છું કે જે કાળે જે થવાનું હોય તે જ થાય. એનું જ્ઞાન થાય કોને? કે જે સ્વભાવની દષ્ટિ કરે તેને કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭
(પ૭૯) પ્રશ્ન:- જેવા ભાવ કરે તે થાય કે થવાના હોય તે થાય ?
ઉત્તર- થવાના હોય તે થાય, પણ કરે છે માટે થાય છે. જે થવાના હતા તેનો કર્તા થઈને કરે છે. ખરેખર તો થવાના હતા તે થયા તેમ કોને ?-કે સ્વભાવનો નિર્ણય છે તેને. જ્ઞાયકભાવની દષ્ટિ કરે તો થવાનું હતું તે થાય તેમ સમ્યક નિર્ણય થાય છે.
–આત્મધર્મ અંક ૪૯૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૦
(૫૮૦) પ્રશ્ન- થવાનું હોય તે થાય તો પુરુષાર્થ નબળો પડે ને?
ઉત્તર- થવાનું હોય તે થાય તે ક્યારે ?-કે પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર જાય ત્યારે સમ્યક નિર્ણય થાય. તેમાં ઘણો પુરુષાર્થ છે.
–આત્મધર્મ અંક ૪/૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૦
(૫૮૧), પ્રશ્ન:- જ્યારે આત્મા જ્ઞાયક જ છે, તો પછી તેમાં કરવાનું શું ?
ઉત્તર- ભાઈ ? તું જ્ઞાયક જ છો એમ નિર્ણય લાવ! જ્ઞાયક જ છો પણ એ જ્ઞાયકનો નિર્ણય કરવાનો છે.
પુરુષાર્થ કરું.... કરું...પણ એ પુરુષાર્થ તો દ્રવ્યમાં ભર્યો છે તો એ દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યાં પુરુષાર્થ પ્રગટે છે, પણ એને કરું...કરું કરીને કાંઈક નવીન કાર્ય કરવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com