________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ક્રમબદ્ધપર્યાયઃ ૧૮૫
જ છે, તેમાં કિંચિત્ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી-એવો જ્ઞાનમાં નિર્ણય કરવો તે સમ્યક્ નિયતવાદ છે, અને તે નિર્ણયમાં સ્વભાવ તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. -આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૪૪
(૫૭૧ )
પ્રશ્ન:- મિથ્યાનિયતવાદને ગૃહીતમિથ્યાત્વ કેમ કહ્યું છે?
ઉત્ત૨:- નિમિત્તથી ધર્મ થાય, રાગથી ધર્મ થાય, શરીરાદિનું આત્મા કરી શકે એવી માન્યતારૂપ અગૃહીતમિથ્યાત્વ તો અનાદિનું હતું, અને જન્મ્યા પછી શાસ્ત્ર વાંચીને અથવા કુગુરુ વગેરેના નિમિત્તે મિથ્યાનિયતવાદનો નવો કદાગ્રહ ગ્રહણ કર્યો તેથી તેને ગૃહીતમિથ્યાત્વ કહેવાય છે. પહેલાં જેને અનાદિનું અગૃહીતમિથ્યાત્વ હોય તેને જ ગૃહીતમિથ્યાત્વ થાય. જીવો સાતાશીળિયાપણાથી, ઈન્દ્રિયવિષયોના પોષણ માટે, ‘થવાનું હશે તેમ થશે' એમ કહી એક સ્વછંદતાનો માર્ગ શોધી કાઢે છે તેનું નામ ગૃહીતમિથ્યાત્વ છે. -આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૪૬
(૫૭૨ )
પ્રશ્ન:- વસ્તુનું પરિણમન ક્રમબદ્ધ માનવાથી તો એમ લાગે છે કે પુરુષાર્થનું કંઈ કામ જ નથી, પુરુષાર્થ નિરર્થક છે; કારણ કે જ્યારે બધું જ નિશ્ચિત છે, તો આત્માનુભૂતિ, સમ્યગ્દર્શન વગેરે પણ નિશ્ચિત માનવાં પડશે પછી પુરુષાર્થ કરવાનો ક્યાં અવકાશ છે ?
ઉત્ત૨:- ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર કરવાથી પુરુષાર્થ ઉડી જાય છે–એવો ભય તો અજ્ઞાનીને લાગે છે, કારણ કે તે હા પુરુષાર્થનું જ સાચું સ્વરૂપ જાણતો નથી. વાસ્તવમાં ક્રમબદ્ધપર્યાયને માનવાથી સમ્યક્ પુરુષાર્થનો આરંભ થાય છે, કારણ કે સંપૂર્ણ જગતનું પરિણમન ક્રમબદ્ધ માનવાથી પર્યાય ઉપર દષ્ટિ નથી રહેતી. કોઈપણ પર્યાયનો હઠાવવા કે લાવવાનો વિકલ્પ નથી રહેતો અને દૃષ્ટિ સ્વભાવસન્મુખ થઈ જાય છે. આ જ સમ્યક્ પુરુષાર્થ છે. જ્યાં સુધી ફેરફાર કરવાની દૃષ્ટિ થશે ત્યાં સુધી ઊંધો અને વ્યર્થ પુરુષાર્થ થતો રહેશે અને જ્યારે ફેરફાર કરવાની દૃષ્ટિ નષ્ટ થઈને સહજ સ્વભાવની દષ્ટિ થશે તો સમ્યક્ પુરુષાર્થ શરૂ થશે.
ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાથી ‘હું પરનું કરી દઉં, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય છે'-વગેરે બધી જૂઠી માન્યતાઓ સમાપ્ત થઈ જાય છે. અને અંતર સ્વભાવમાં સ્થિર થવાનો માર્ગ ખૂલી જાય છે.
-હિન્દી આત્મધર્મ ઓકટોબર ૧૯૮૧, પૃષ્ઠ ૨૪ (૫૭૩)
પ્રશ્ન:- પુરુષાર્થ કરવો અમારા હાથની વાત છે કે ક્રમબદ્ધમાં હોય ત્યારે થાય ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com