________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪: જ્ઞાનગોષ્ઠી સ્વરૂપ છે. તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને ક્યાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે; જ્ઞાતાભાવને ચૂકીને ક્યાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ તે મિથ્યાબુદ્ધિ છે.
–આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૯
(૫૬૭) પ્રશ્ન:- એક બાજુ પર્યાય ક્રમબદ્ધ કહો છો અને બીજી બાજુ પર્યાય ઉપરથી દષ્ટિ ઉઠાવવાનું કહો છો ?
ઉત્તરઃ- પર્યાય ક્રમબદ્ધ થાય એમ જાણે તો પર્યાયનું કર્તુત્વ છૂટીને અકર્તા સ્વભાવી દ્રવ્ય ઉપર દષ્ટિ જાય છે. ક્રમબદ્ધ ઉપર દષ્ટિ રાખીને ક્રમબદ્ધનો નિર્ણય નથી થતો. દ્રવ્ય ઉપર દષ્ટિ કરે ત્યારે ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે. ક્રમબદ્ધ છે એ તો સર્વજ્ઞનો પ્રાણ છે.
-આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ 3
(પ૬૮). પ્રશ્ન- ક્રમબદ્ધમાં ક્રમબદ્ધની વિશેષતા છે કે દ્રવ્યની ?
ઉત્તર- ક્રમબદ્ધમાં જ્ઞાયક દ્રવ્યની વિશેષતા છે. ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરીને જ્ઞાયકપણું બતાવવું છે.
–આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩૦
(પ૬૯) પ્રશ્ન- વસ્તુમાં નિયત અને અનિયત બંને ધર્મો એક સાથે છે, અને જ્ઞાનીને બંનેનો સ્વીકાર છે-આવી સ્થિતિમાં વસ્તુને ક્રમબદ્ધ કેમ કહે છે, સાથે રહેલ અક્રમને પણ કેમ નથી સ્વીકારતા ?
ઉત્તર- નિયતને અને તેની સાથે નિયત સિવાયના બીજા અનિયતને (એટલે કે પુરુષાર્થ, કાળ, સ્વભાવ, જ્ઞાન, શ્રદ્ધા, નિમિત્ત વગેરેને) પણ જ્ઞાની સ્વીકારે છે, માટે તેને નિયત-અનિયતનો મેળ થયો. (અહીં “અનિયત' નો અર્થ “અક્રમબદ્ધ એમ ન સમજવો, પણ નિયતની સાથે રહેલા નિયત સિવાયના પુરુષાર્થ વગેરે ધર્મોને અહીં “અનિયત' કહ્યા છે-એમ સમજવું.) એ રીતે વસ્તુમાં ‘નિયત” “અનિયત” બંનો ધર્મો એક સમયે એક સાથે છે એટલે અનેકાન્ત સ્વભાવ છે. ને તેની શ્રદ્ધામાં અનેકાન્તવાદ છે.
-આત્મધર્મ અંક ૯૮, માગશર ૨૪૭૮, પૃષ્ઠ ૪૪
(૫૭૦) પ્રશ્ન:- સમ્યક નિયતવાદ એટલે શું? ઉત્તર- જે પદાર્થમાં જે સમયે જે ક્ષેત્રે જે નિમિત્તે જેમ થવાનું તેમ થવાનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com