________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪: જ્ઞાનગોષ્ઠી રૂપ ભાવથી ડરીને ભવ રહિત ભગવાનની અંતર્મુખ જઈએ છીએ તેમ કહે છે. તેમને આલોક આદિ બાહ્ય સામગ્રીનો ભય હોતો નથી.
-આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૨
(૩૬૩) પ્રશ્ન- ચોથા ગુણસ્થાનવાળા સમ્યગ્દષ્ટિને તો ભય થતો દેખાય છે ને તેનો ઉપાય પણ કરે છે ને?
ઉત્ત૨:- સમ્યગ્દષ્ટિ અંતરમાં તો નિર્ભય જ છે, બાહ્યમાં ભયપ્રકૃતિમાં જોડાવાથી અસ્થિરતાનો જરી ભય દેખાય છે તોપણ અંતર સ્વરૂપમાં તો નિર્ભય જ છે, તેથી તે આલોક પરલોક આદિ સાતે પ્રકારના ભયથી રહિત નિર્ભય છે.
–આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
(૩૬૪) પ્રશ્ન- સીતાજી તથા અંજનાજીને જંગલમાં છોડતા ભયથી રડતાં હતા ને?
ઉત્તર:- એ તો પતિનો આધાર છૂટતાં અસ્થિરતાથી જરી બાહ્યમાં રૂદન દેખાય છે છતાં અંદરમાં પોતાનો આધાર પોતાનો ચૈતન્યસ્વભાવ જ છે તેમ જાણી રૂદન આદિ ભયના ભાવના કર્તા ન હતા પણ નિર્ભય ને જ્ઞાતા જ હતા. પ્લેગ આદિ કોઈ આકરા રોગનો ગામમાં પ્રસંગ હોય તો જરી અસ્થિરતાનો ભય થતાં સમ્યગ્દષ્ટ ગામ છોડી બીજે ચાલ્યા જવા આદિનો ઉપાય કરતા દેખાય છે. પરંતુ તે અંદરમાં સ્વભાવદષ્ટિના જોરથી મુખ્યતાથી નિર્ભય છે ને સાથે જ્ઞાન છે તે પર્યાયના રાગના કણ કણને જેમ છે તેમ જાણે છે તેને અનેકાન્તનું સાચું જ્ઞાન કહે છે.
-આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
(૩૬૫) પ્રશ્ન:- જ્ઞાની પણ યુદ્ધમાં શત્રુ આદિને મારતો દેખાય છે?
ઉત્તર- રામ-લક્ષ્મણ બળદેવ-વાસુદેવ છે, રાવણ પ્રતિ વાસુદેવ છે તેને લક્ષ્મણ મારે છે ને પછી રાવણને બાળવા સાથે જાય છે. રાવણની સ્ત્રીને કહે છે કે માતા! અમે વાસુદેવ બળદેવ છીએ, શું થાય! બીજો કોઈ ઉપાય ન હતો, હોનહાર થયા વિના રહેતું નથી, માતા! અમને ક્ષમા કરજે. રાગ-દ્વેષની પ્રવૃત્તિ થઈ પણ તેનો અંદરમાં ખેદ છે. અરે ! આ અમારા કામ નહિ, અમે તો અંદરમાં રમનારા રામ છીએ.
-આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૫-૨૬
(૩૬૬) પ્રશ્ન:- તો સમ્યગ્દષ્ટિ લડવા શું કામ જાય છે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com