________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશા: ૧૧૩ ઉત્તર:- શ્રદ્ધા અપેક્ષાએ તે વીતરાગ છે. જ્ઞાનીને અસ્થિરતાના કારણે રાગદ્વેષ થાય છે તે જો કે તેમના જ પુરુષાર્થનો દોષ છે, પરંતુ જ્ઞાનીઓ તે રાગને કે પુરુષાર્થના દોષને પોતાના સ્વભાવમાં માનતા નથી, રાગરહિત જ્ઞાનસ્વભાવમાં જ જ્ઞાનીને એકતાબુદ્ધિ છે, રાગમાં એકતાબુદ્ધિ નથી; સ્વભાવમાં એકતાબુદ્ધિથી ખરેખર રાગ તૂટતો જ જાય છે ને સ્વભાવની એકતા વધતી જાય છે, માટે જ્ઞાનીને પરમાર્થે રાગ થતો જ નથી પણ પોતાના સ્વભાવની એકતા જ થાય છે. જે રાગ થાય છે તે સ્વભાવની એકતામાં ન આવ્યો પણ જ્ઞય તરીકે જ રહી ગયો. રાગ વખતે પણ સ્વભાવની જ અધિકતા છે માટે જ્ઞાનીને એક સ્વભાવ જ થાય છે, રાગ થતો નથી. -આવી ધર્મી જીવની દશા છે. -આત્મધર્મ અંક પ૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૭-૧૧૮
(૩૬૦) પ્રશ્ન-સમ્યગ્દર્શન થયું કે જ્ઞાની જીવને તુરત જ મુનિપદ કેમ થતું નથી?
ઉત્તર:- આત્માર્થી હઠ ન કરે કે મારે ઝટ ઝટ મારું કામ કરવું છે. સ્વભાવમાં હઠ કામ ન આવે. માર્ગ સહજ છે, હઠથી, ઉતાવળથી, અધીરજથી માર્ગ હાથ આવતો નથી. સહજ માર્ગને પહોંચવા માટે ધીરજ ને વિવેક જોઈએ. ઋષભદેવ ભગવાન જેવાને ૮૩ લાખ પૂર્વ સુધી ચારિત્રદશા ન હતી અને ભરત ચક્રિ જેવાને પણ ૭૭ લાખ પૂર્વ રાજ્યપદ ને ૬ લાખ પૂર્વ ચક્રિ પદ હતા. એ જાણતા હતા કે અંદર સ્વરૂપમાં ડુબકીરૂપ એકાગ્રતાનો ચારિત્રનો પુરુષાર્થ નથી તેથી હુઠ કરતા ન હતા. કેટલાકને એમ થાય કે સમ્યગ્દર્શન થયું પણ ચારિત્ર લે નહિ તો શું કામનું? પણ ભાઈ ! અંદર સ્વભાવમાં હઠ કામ ન આવે, સહજ પુરુષાર્થથી અંદર જવાય છે. આ વાત સમજવા જેવી છે.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૫-૨૬
(૩૬૧). પ્રશ્ન- સમ્યગ્દર્શન થયા પછી તો સાધુ સંન્યાસી થવું પડે ને?
ઉત્તર:- સમ્યગ્દર્શન તો પહેલા કરે ! પછી સાધુ કેમ થવાય એની બધી ખબર પડે! સમ્યગ્દર્શન પછી અંદરમાં આનંદની ભરતી આવે છે, અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. જેમ સમુદ્રમાં પાણીની ભરતી આવે છે તેમ મુનિદશામાં અંદર આનંદની ભરતી આવે છે તેને મુનિદશા કહે છે.
-આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૮
(૩૬૨) પ્રશ્ન:- મુનિ તો કહે છે કે અમે ભવના ભયથી ડરીએ છીએ? ઉત્તર- એ તો ચાર ગતિના ભવનો ભય લાગ્યો છે એટલે એ ભવના કારણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com