________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯)
જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશા
(૩૫૭)
પ્રશ્ન:- સાધકની અંતરંગ દશા કેવી હોય છે?
ઉત્ત૨:- સાધકનો એક વિકલ્પ-જેનાથી તીર્થંકરનામકર્મ જેવા જગતને આશ્ચર્યકારી પુણ્ય બંધાય, તો એ વિકલ્પની પાછળ રહેલા પવિત્ર સાધકભાવના મહિમાની તો શી વાત? આમ પવિત્રતા ને પુણ્ય બંનેની સંધિ-છતાં પવિત્રતાનો ભોગવટો ધર્મીના અંતરમાં સમાય છે, ને પુણ્યનો ભોગવટો ધર્મીના અંતરથી બાહ્ય છે,-એનો ભોગવટો ધર્મીના અનુભવમાં નથી. વાહ! જુઓ આ બેસતા વર્ષની અપૂર્વ વાત ! અહા, સાધકભાવ.....જેના એક અંશનોય એવો અચિંત્ય મહિમા કે તીર્થંકરપ્રકૃતિનાં પુણ્ય પણ જેને પહોંચી ન શકે. તીર્થંકરપ્રકૃતિ તે તો પવિત્રતાના અંશની સાથે સાધકને રહેલા વિકલ્પરૂપ વિભાવનું ફળ છે, જ્યારે સાધકભાવ તે તો સ્વભાવનું ફળ છે.–બંનેની જાત જ જુદી.
-આત્મધર્મ અંક ૨૫૪, માગશર ૨૪૯૧, પૃષ્ઠ ૪-૫
(૩૫૮ )
પ્રશ્ન:- જ્ઞાનીને રાગ થતો હોવા છતાં તેને વૈરાગ્ય કેમ કહો છો ?
ઉત્ત૨:- પ્રથમ તો જ્ઞાનીને પરમાર્થે રાગ થતો જ નથી, કેમકે રાગ વખતે જ્ઞાની જાણે છે કે હું તો જ્ઞાન છું, મારો આત્મા જ્ઞાનમય છે પણ રાગમય નથી, રાગ મારા જ્ઞાનથી ભિન્ન છે. વળી જ્ઞાનીને તે રાગની રુચિ નથી. રાગ મને હિતકર છે એમ જ્ઞાની માનતા નથી; સ્વભાવસન્મુખની દૃષ્ટિ તે વખતે પણ છૂટી નથી, ને રાગમાં એકતાબુદ્ધિ થઈ નથી,-માટે જ્ઞાની ખરેખર વૈરાગી જ છે. અજ્ઞાન એકલા રાગને દેખે છે પણ તે જ વખતે જ્ઞાનીનું જ્ઞાન તે રાગથી છૂટું પડીને અંતરસ્વભાવમાં એકાકા૨પણે પરિણમી રહ્યું છે-તેને અજ્ઞાની ઓળખતો નથી.
-આત્મધર્મ અંક ૧૨૪, માઘ ૨૪૮૦, પૃષ્ઠ ૭૬ (૩૫૯)
પ્રશ્ન:- શું આત્માની ઓળખાણ થઈ ત્યાં જ વીતરાગ થઈ ગયા ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com