________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગઃ ૧૧૧ દ્રવ્યનો આશ્રય છે છતાં કર્તાપણું એ વીતરાગી દ્રવ્યનું નથી. વીતરાગ પર્યાયને વીતરાગી દ્રવ્યનો આશ્રય આવ્યો માટે એ પર્યાય પરાધીન છે એમ નથી. વીતરાગી પર્યાય પક્કરકથી સ્વતંત્ર કર્તાપણે થઈને પ્રગટ થાય છે. પોતાની ધર્મપર્યાય છે તેનો કર્તા પણ દ્રવ્ય-ધ્રુવ વસ્તુ ઉપચારથી છે. આહાહા ! આવી વાતો વીતરાગની છે. આ તો અંદરથી આવે છે. ભગવાન પાસેથી આવે છે. અનંતા કેવલીઓનો પોકાર છે.
-આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૧-૩ર.
રત્નત્રય મોક્ષનું જ કારણ ननु कथमेवं सिद्धयति देवायुः प्रभृतिसत्प्रकृतिबन्धः। सकलजनसुप्रसिद्धो रत्नत्रयधारिणां मुनिवराणाम्।। २१९ ।। रत्नत्रयमिह हेतुनिर्वाणस्यैव भवति नान्यस्य। आस्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽयमपराधः।। २२०।।
અર્થ- અહીં કોઈ શંકા કરે કે રત્નત્રયના ધારક મુનિઓને દેવાયુ વગેરે શુભ પ્રકૃતિઓનો બંધ થાય છે એવું જે શાસ્ત્રોમાં કથન છે તે કેવી રીતે સિદ્ધ થશે? ૨૧૯
તેનો ઉત્તર:- આ લોકમાં રત્નત્રય મોક્ષનું જ કારણ છે, બીજી ગતિનું કારણ નથી. વળી રત્નત્રયના સદ્દભાવમાં જે શુભ પ્રકૃતિઓનો આસ્રવ થાય છે તે બધો શુભકષાય અને શુભયોગથી જ થાય છે, અર્થાત્ તે શુભોપયોગનો જ અપરાધ છે. પણ રત્નત્રયનો નથી. ભિન્ન ભિન્ન કારણોથી ભિન્ન ભિન્ન કાર્ય થાય છે તોપણ વ્યવહારથી એકબીજાનું પણ કાર્ય કરી દેવામાં આવે છે. ર૨)
આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવ:- પુરુષાર્થસિદ્ધિ-ઉપાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com