________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦: જ્ઞાનગોષ્ઠી ગુણસ્થાને પરલક્ષ વખતે ત્રણ કષાયો (સંજ્વલન સિવાયના) તો થતા જ નથી, એટલી વીતરાગતા ટકી રહે છે. કેવળી ભગવાન પરનેય જાણે છે પણ તેમને ઉપયોગ પરમાં મૂકવો પડતો નથી, સ્વમાં જ ઉપયોગ લીન છે.
-આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ર૬
(૩૪૫) પ્રશ્ન:- શ્રદ્ધાનનો દોષ અને ચારિત્રના દોષમાં શું ફેર છે?
ઉત્તર- શ્રદ્ધાનનો દોષ અને ચારિત્રના દોષમાં બહુ મોટો ફેર છે. સમ્યગ્દષ્ટિ બે ભાઈ લડાઈ કરે, જીવોની હિંસા થાય, છતાં એ શરીરની ક્રિયાનો ને રાગનો કર્તા નથી, જ્ઞાતા છે અને મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગી એકેન્દ્રિયના જીવને પણ હણે નહિ છતાં તે કાયા અને કષાયમાં એકતાબુદ્ધિવાળો હોવાથી કર્તા છે, છ કાયનો ઘાતક છે. આહાહા ! ચારિત્રના દોષની અલ્પતા કેટલી કે બે ભાઈ લડે છતાં મોક્ષે જાય અને શ્રદ્ધાનના દોષની મોટપ એટલી કે વિપરીત પરિણામના ફળ નરક નિગોદ છે. મૂળ આત્મદર્શન વિના ગમે તેટલી સાધુપણાની ક્રિયા કરે પણ બધું ફોગટ છે. છ માસના ઉપવાસ કરે, ત્યાગ કરે પણ આત્મજ્ઞાન વિના તે બધું શૂન્ય છે, રણમાં પોક સમાન છે. ભાઈ ! પ્રભુનો મારગ તદ્દન નિરાલો અંતરનો છે અને સમજવા બહુ પ્રયત્ન માગે છે.
-આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩૨-૩૩
(૩૫૫) પ્રશ્ન:- શ્રદ્ધાનો દોષ અને ચારિત્રના દોષના ફળમાં શું ફરક છે?
ઉતર- ભગવાને કહેલાં વસ્તુસ્વરૂપની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે તેની મુક્તિ થતી નથી, ચારિત્રભ્રષ્ટ છે તેની મુક્તિ અવશ્ય થાય છે. કેમ કે તેને ચારિત્રનો દોષ છે પણ એ દોષનો તેને ખ્યાલ હોવાથી એ દોષ ટાળીને મુક્તિ પામશે. પણ ભગવાને કહેલા વસ્તુ સ્વરૂપની શ્રદ્ધાથી જે ભ્રષ્ટ છે તેની મુક્તિ થતી નથી. ચારિત્ર દોષ હોય છતાં કોઈ સમ્યગ્દષ્ટિને તીર્થકર ગોત્રનો બંધ દરેક સમયે થઈ રહ્યો છે. એ સમ્યગ્દષ્ટિ ચારિત્રનો દોષ ટાળીને મુક્તિ પામશે.
-આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯
(૩૫૬). પ્રશ્ન:- જિનશાસન અને જૈનધર્મ કોને કહે છે?
ઉત્તર- જે શ્રુતજ્ઞાનની વીતરાગી પર્યાયમાં આત્મા અબદ્ધસ્કૃષ્ટ સ્વરૂપ અનુભવમાં આવે તે પર્યાયને જિનશાસન કહે છે. જેમાં વિકાર, અપૂર્ણતા કે ભેદ આવે તે પર્યાયને જિનશાસન કહેતા નથી. પાંચ ભાવસ્વરૂપ પણ એકરૂપ આત્મા છે તે જેને અનુભવમાં આવે તેને વીતરાગી જૈનધર્મ કહે છે. વીતરાગી પર્યાય પ્રગટ થાય છે તેમાં વીતરાગી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com