________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ૧૯ (૩૫૧) પ્રશ્ન- જીવનું મૂળ પ્રયોજન શું છે અને તેના કેટલા પ્રકાર છે?
ઉત્તર- જીવનું મૂળ પ્રયોજન વીતરાગભાવ છે; વીતરાગભાવના બે પ્રકાર છે(૧) દષ્ટિમાં વીતરાગતા અને (૨) ચારિત્રમાં વીતરાગતા. પહેલા દષ્ટિમાં વીતરાગતા થાય છે. તે ક્યારે થાય? મારા અભેદ ચૈતન્યસ્વભાવમાં રાગ નથી, પર્યાયમાં રાગ થાય છે તે સમ્યગ્દર્શનનું-વીતરાગી દષ્ટિનું કારણ નથી, પણ તે રાગ સાથેની એકતા તો મિથ્યાત્વનું કારણ છે, અને તે રાગનો આશ્રય છોડીને સ્વભાવની એકતા કરવી તે સમ્યકત્વનું કારણ છે. એ પ્રમાણે જાણીને અભેદ સ્વભાવની મુખ્યતા કરતાં વીતરાગી-દષ્ટિ પ્રગટે છે, અને ત્યાં રાગનો નિષેધ સ્વયં વર્તે છે. વ્યવહારનો આશ્રય માનવો તે મિથ્યાત્વ છે, ને સ્વભાવના આશ્રયે વ્યવહારના આશ્રયનો લોપ કરવો તે સમ્યગ્દર્શન છે.
-આત્મધર્મ અંક ૪૭ ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૩૯-૨૪૦
(૩૫૨). પ્રશ્ન- દ્રવ્ય અનુસારી ચરણ અને ચરણ અનુસારી દ્રવ્ય એટલે શું?
ઉત્તર- છટ્ટ ગુણસ્થાને જે શુદ્ધતા હોય તે દ્રવ્યના જ આશ્રયે હોય છે પણ અહીં રાગની મંદતા કેટલા અંશે છે તેના જ્ઞાનથી શુદ્ધતા કેટલી છે તેમ જોવે છે. આશ્રયનો અર્થ એમ નથી કે રાગના આશ્રયે ધર્મ થાય. શુદ્ધતા જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં રાગની મંદતા હોય છે અને રાગની મંદતા જેટલી હોય તેટલા પ્રમાણમાં શુદ્ધતા શુદ્ધતાના કારણે હોય છે. તેને દ્રવ્ય અનુસારી ચરણ ને ચરણ અનુસારી દ્રવ્ય તેમ પ્રવચનસારમાં કહ્યું છે.
-આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૨
(૩૫૩). પ્રશ્ન:- પરદ્રવ્યને જાણવા તરફ પરિણતિ જાય એટલે કે ઉપયોગ બહારમાં ભમે, અને તે વખતે વીતરાગતા રહે-એમ બને?
ઉત્તર- સ્વાશ્રયે જેટલી વીતરાગ પરિણતિ થઈ છે તેટલી વીતરાગતા તો પરશેય તરફ લક્ષ વખતેય સાધકને ટકી જ રહે છે. પણ સાધકને પરય તરફ ઉપયોગ વખતે પૂરી વીતરાગતા નથી, એટલે રાગ અને વિકલ્પ છે. પરશેય તરફ ઉપયોગ જાય ને સંપૂર્ણ વીતરાગતા હોય એમ ન બને, ત્યાં રાગનો અવશ્ય સદ્ભાવ છે. પણ તે ભૂમિકામાં જેટલી વીતરાગતા થઈ છે તેટલી તો ત્યારે પણ ટકી રહે છે; જેમકે ચોથા ગુણસ્થાને પરલક્ષ વખતે પણ અનંતાનુબંધી રાગ-દ્વેષ તો થતા જ નથી; છઠ્ઠા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com