________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૧૫ ઉત્તર- સમ્યગ્દષ્ટિ લડાઈના પ્રસંગને અને તે સંબંધીના વૈષના અંશને પરશેય તરીકે જાણે છે પણ તેના કર્તા નથી તેથી તેઓ નિર્ભય છે.
-આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
(૩૬૭) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને ભોગ ભોગવવા છતાં કર્મ બંધ કેમ થતો નથી ?
ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિને શાતા-અશાતારૂપ વિષય સામગ્રી છે તે બધી અનિષ્ટરૂપ લાગે છે. જેમ કોઈને અશુભકર્મના ઉદયે રોગ-શોક દરિદ્રતા આદિ હોય છે તેને છોડવાને ઘણું કરે છે તો પણ અશુભ કર્મના ઉદયથી છૂટતાં નથી, ભોગવવા જ પડે છે. તેમ સમ્યગ્દષ્ટિએ પૂર્વે શાતા-અશાતારૂપ કર્મ બાંધ્યું છે તેના ઉદયે અનેક પ્રકારની વિષય સામગ્રી હોય છે તેને સમ્યગ્દષ્ટિ દુઃખરૂપ અનુભવે છે, તેને છોડવાને ઘણું કરે છે તોપણ જ્યાં સુધી ક્ષપકશ્રેણી ચડે નહિ ત્યાં સુધી છૂટવું અશક્ય હોવાથી પરવશ થઈને ભોગવે છે પણ અંદરમાં અત્યંત વિરક્તિ હોય છે, તેથી ભોગ સામગ્રી ભોગવવા છતાં તેને કર્મ બંધ થતો નથી.
-આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૪
(૩૬૮). પ્રશ્ન- જ્ઞાનીના ભોગને પણ નિર્જરાનું કારણ બતાવવાનું શું પ્રયોજન છે?
ઉત્તર- ત્યાં પણ વીતરાગી દષ્ટિ કરાવવાનું જ એક પ્રયોજન છે, પરંતુ ભોગના રાગને પોષવાનું પ્રયોજન નથી. ભોગ વખતે પણ જ્ઞાનીની વીતરાગી દૃષ્ટિ કેવી અબંધ હોય છે, તે વખતે પણ સ્વભાવની શ્રદ્ધા કેવી હોય છે એ ઓળખાવવાનું પ્રયોજન છે.
-આત્મધર્મ અંક ૪૭, ભાદ્રપદ ૨૪૭૩, પૃષ્ઠ ૨૪૦
(૩૬૯) પ્રશ્ન- ભગવાન તો પર દ્રવ્ય છે, સમકિતી વળી પરની સ્તુતિ કરે ?
ઉત્તર:- ભાઈ, તે હુજી વીતરાગ પરમાત્માના ગુણનો મહિમા જાણ્યો નથી એટલે તને આવો પ્રશ્ન ઉઠે છે. સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે સ્તુતિનો જેવો ભાવ જ્ઞાનીને ઉલ્લસે છે તેવો અજ્ઞાનીને નહિ ઉલ્લશે. ભલે ભગવાન છે તો પરદ્રવ્ય, પણ પોતાનું ઈષ્ટ-સાધ્ય એવી જે વીતરાગતા ને સર્વજ્ઞતા જ્યાં ભગવાનમાં દેખે છે ત્યાં તે ગુણ પ્રત્યેના બહુમાનથી ધર્મીનું હૃદય ઉલ્લસી જાય છે. વીતરાગતાનો જેને પ્રેમ છે તે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માને દેખતાં ભક્તિ કરે છે. ભક્તિ વખતે ભલે શુભરાગ છે પણ તેમાં બહુમાન તો વીતરાગસ્વભાવનું જ ઘૂંટાય છે, ને એનું જ નામ વીતરાગની ભક્તિ છે.
-આત્મધર્મ અંક ૨૫૭, માર્ચ ૧૯૬૫, પૃષ્ઠ ૨૩
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com