________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬: જ્ઞાનગોષ્ઠી
(૩૭૦) પ્રશ્ન-સમ્યગ્દષ્ટિ પરદ્રવ્યથી ભિન્ન અને રાગને દુઃખરૂપ જાણે છે છતાં તેને લગ્ન, વેપાર, લડાઈ આદિનો તીવ્ર રાગ કેમ થાય છે?
ઉત્ત૨ - સમ્યગ્દર્શન હોવા છતાં હજુ અસ્થિરતાનો રાગ છે. પરદ્રવ્યની ક્રિયા તો પરદ્રવ્યના કારણે થાય છે, રાગ અશુભ આવે છે પણ તીવ્ર અનંતાનુબંધીનો રાગ ન થાય, અંદર શુભાશુભ રાગથી વિરક્ત છે.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ 3
(૩૭૧) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને અશુભ રાગમાં આયુષ્ય બંધાય ?
ઉત્તર:- સમ્યગ્દષ્ટિને અશુભરાગ આવે છે પણ અશુભરાગ કાળે આયુષ્ય બંધ ન થાય, કેમકે સમ્યગ્દષ્ટિને વૈમાનિક દેવમાં જવાનું છે તેથી શુભરાગમાં જ આયુષ્ય બંધાય.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ 3
(૩૭૨) પ્રશ્ન- ભરતજીએ બાહુબલીજી ઉપર ક્રોધથી ચક્ર છોડ્યું એ વખતે શું તેને અંદરમાં ઉત્તમ ક્ષમા હતી ?
ઉત્તર:- ભરતે બાહુબલી ઉપર ક્રોધથી ચક્ર છોડ્યું હતું છતાં એ વખતે પણ ભરતને અંદરમાં ઉત્તમ ક્ષમા હતી કેમકે અનંતાનુબંધને કરનાર મિથ્યાત્વનો અભાવ છે અને બાહ્યથી દ્રવ્યલિંગધારી મુનિ હોય અને કોઈ વેરી આદિ આવીને શરીરના ખંડખંડ કટકા કરે છતાં બાહ્યથી ક્રોધ ન કરે તો પણ તેને અંદરમાં અનંતાનુબંધને કરનાર મિથ્યાત્વનો સદ્દભાવ હોવાથી બાહ્યમાં ક્ષમા રાખતો હોવા છતાં અંદરમાં ઉત્તમ ક્ષમા કહેવાતી નથી.
–આત્મધર્મ અંક ૪૩ર, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૨૭
(૩૭૩) પ્રશ્ન:- રાજા-મહારાજા અને જયોર્જ જેવાને પણ એક જ રાણી અને ધર્મી સમ્યગ્દષ્ટિને ૯૬હજાર રાણીઓ છતાં તેને બંધન નથી ?
ઉત્તર:- ભાઈ ! બહારના પદાર્થો ઝાઝા હોય તે વધુ બંધનું કારણ ને થોડા હોય તે ઓછું બંધનું કારણ એમ નથી. કોઈને જાડું મોટું શરીર ઘણા પરમાણુ હોય તેને ઘણું બંધન છે અને પાતળું શરીર હોય તેને ઓછું બંધન છે એમ નથી. પરદ્રવ્યો ઝાઝા-થોડા હોવા તે બંધ અબંધનું કારણ નથી. પરંતુ પારદ્રવ્યોમાં એકત્વબુદ્ધિસ્વામિત્વબુદ્ધિ હોવી તે જ એક બંધનું કારણ છે. સંયોગ ઝાઝા-થોડા હોવા તે બંધનું કારણ નથી. સમ્યગ્દષ્ટિને ૯૬ હજાર રાણી, નવનિધાન, ચૌદ રત્નો આદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com