________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૧૭ વૈભવો હોવા છતાં ધર્મી તેને પોતાના માનતો ન હોવાથી તે પરદ્રવ્યો ધર્મીને બંધનું કારણ થતાં નથી અને એક રાણીવાળો રાજા હોય કે રાણીઓ ત્યાગીને દ્રવ્યલિંગી મુનિ થયો હોય પણ પરદ્રવ્યોમાં સ્વામીપણું માનનારને મિથ્યાત્વના પાપનો મહાન બંધ થાય છે. અંદરમાં રાગમાં એકત્વબુદ્ધિ પડી છે તે જ બંધનું કારણ છે. સંયોગ વધારે ઓછા આવે તે તો તેના કારણે આવે છે આત્મા તેનો કર્તા નથી. પૂર્વ પુણ્યના કારણે સંયોગો ઘણા આવે પણ તે બંધનું કારણ નથી. પરદ્રવ્યનો સંયોગ ઘણો હોવા છતાં તેનાથી બંધ નથી તેમ કહીને પરદ્રવ્યથી બંધ થવાની શંકા છોડાવી છે, પણ સ્વછંદી થવા માટે કહ્યું નથી. અહીં તો દષ્ટિ અને દૃષ્ટિના વિષયની વિશેષતા બતાવી છે. ઘણો સંયોગ હોય તેથી નુકશાન છે અને સંયોગ છૂટી ગયો માટે ધર્મનો લાભ થયો છે એમ નથી.
-આત્મધર્મ અંક ૪૩૨, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૧-૩૨
(૩૭૪)
પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિ જીવ સ્ત્રીને અને માતાને પણ શું સમાન ગણે છે?
ઉત્ત૨:- અહીં સ્વભાવદષ્ટિની વાત છે, ને સ્વભાવષ્ટિમાં બધાય જીવો સમાન છે. સ્ત્રીનો જીવ તે સ્ત્રી પર્યાય જેટલો નથી પણ પૂર્ણ ચૈતન્ય ભગવાન છે, ને માતાનો જીવ પણ વર્તમાન પર્યાય જેટલો નથી પણ પૂર્ણ ચૈતન્ય ભગવાન છે. એકરૂપ સ્વભાવદષ્ટિમાં કોઈ માતા કે સ્ત્રી છે જ નહિ, સિદ્ધ કે નિગોદ, એકાવતારી કે અનંતસંસારી, સ્ત્રી કે માતા એ બધાય જીવો પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપ એક સરખાં છે. આવી સ્વભાવદષ્ટિમાં અનંતો વીતરાગભાવ આવી જાય છે.
-આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૫-૧૧૬
(૩૭૫ )
પ્રશ્ન:- જો સમ્યગ્દષ્ટિ જીવ સ્ત્રીને પણ ચૈતન્ય પરમેશ્વર માનતો હોય તો રાગ છોડીને એક તરફ કેમ બેસી જતા નથી ?
ઉત્ત૨:- સ્વભાવદષ્ટિથી તો સમ્યગ્દષ્ટિ એક તરફ જ બેઠા છે. એક તરફ બેસવાની વ્યાખ્યા શું? ૫૨ દ્રવ્યમાં તો કોઈ આત્મા બેસતો નથી. અજ્ઞાની જીવ વિકારમાં જ પોતાપણું માનીને વિકારમાં સ્થિત થયો છે. જ્ઞાની ધર્માત્મા જીવો સંયોગોથી અને વિકારથી પોતાના સ્વભાવને જુદો જાણીને સ્વભાવની એકતામાં સ્થિત છે. જ્ઞાનીને સ્ત્રી આદિ સંબંધી જે રાગ હોય તે રાગથી જુદું પોતાનું સ્વરૂપ અનુભવે છે, રાગનો આદર કરતા નથી, તેથી ખરેખર જ્ઞાની જીવો પોતાના સ્વભાવમાં જ બેઠા છે.
-આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૬
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com