________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮: જ્ઞાનગોષ્ઠી
(૩૭૬) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને શ્રદ્ધાનમાં શુભાશુભ બન્ને ભાવ હેય છે, તો શું તેને અશુભને છોડીને શુભ કરવાનો વિકલ્પ નથી આવતો?
ઉત્તર- સમ્યગ્દષ્ટિ એમ જાણે છે કે શુદ્ધ નિશ્ચયનયથી હું મોહ-રાગ-દ્વેષ રહિત શુદ્ધ છું. એથી સમ્યગ્દષ્ટિને એમ હોતું નથી કે શુભ કે અશુભ બન્ને સરખા છે માટે અશુભ ભલે આવે? સમ્યગ્દષ્ટિ અશુભથી છૂટવા વાંચન, શ્રવણ, વિચાર, ભક્તિ આદિ કરે છે. પ્રયત્નથી પણ અશુભ છોડી શુભ કરો એમ શાસ્ત્રમાં ઉપદેશ આવે છે. શુભ ને અશુભ પરમાર્થે સરખા છે તોપણ પોતાની ભૂમિકા પ્રમાણે અશુભ કરતાં શુભમાં રહેવાનો વિવેક હોય છે અને તેવો વિકલ્પ પણ આવે છે.
–આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૩
(૩૭૭) પ્રશ્ન- જ્ઞાનીને જે શુભભાવ આવે છે અશુભથી બચવા માટે આવે છે, તેનું તાત્પર્ય શું ?
ઉત્તર:- જ્ઞાનીને જે શુભભાવ આવે છે તે અશુભથી બચવા માટે આવે છે એમ જે કહેવામાં આવે છે તે તો લોકોને સંતોષ થાય તે માટે કહેવામાં આવે છે. ખરેખર તો શુભરાગ તેના આવવાના કાળે જ આવે છે.
-આત્મધર્મ અંક ૪ર૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૩
(૩૭૮) પ્રશ્ન:- તો પછી પ્રાયશ્ચિત કેમ કરવામાં આવે છે?
ઉત્તર- તે બધી કહેવાની વાતો છે, કથનની પદ્ધતિ છે. ખરેખર તો એવો વિકલ્પ આવવાનો કાળ હતો એ જ આવ્યો છે અને વાણી પણ એવી જ નીકળવાની હતી એ જ નીકળી છે. બહુ સૂક્ષ્મમાં જઈએ તો ખરેખર તો શુભ વિકલ્પ અને પ્રાયશ્ચિતની વાણી નીકળવી અને ગુરુવાણી નીકળવી તે બધું પુદ્ગલનું સ્વાભાવિક કાર્ય છે. આત્માનું કાર્ય નથી, આત્મા તો એકલો જ્ઞાનસ્વભાવી છે.
-આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૩
(૩૭૯) પ્રશ્ન- સ્વાનુભવમાંથી વિકલ્પમાં આવ્યા પછી જ્ઞાતાદામાં કાંઈ ફેર પડે ?
ઉત્તર:- સ્વાનુભવમાંથી વિકલ્પમાં આવે ત્યારે પણ કેવળીની જેમ જ્ઞાતાદરા જ છે. અનુભવમાં કેવળીની જેમ જ્ઞાતાદષ્ટા છે અને વિકલ્પમાં આવે છે ત્યારે પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com