________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૧૯ જ્ઞાતાદષ્ટા જ છે. વિકલ્પ આવે છે તે પણ છૂટો જ છે. કેવળી પૂર્ણ જ્ઞાતાદષ્ટા છે. આ નીચેવાળો અલ્પ જ્ઞાતાદરા છે પણ છે તો બને જ્ઞાતા દષ્ટા જ
-આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૩
(૩૮૦). પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિ જ્ઞાનીની દષ્ટિ શુભાશુભના કાળમાં પણ ધ્રુવ પર રહે છે કે ખસી જાય છે?
ઉત્તર:- દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે એવા સમ્યગ્દષ્ટિ જીવની દષ્ટિ સદાય ધ્રુવતળ ઉપર જ રહે છે. સ્વાનુભૂતિના કાળ-ધ્યાનમાં આનંદકાળે, વિકલ્પ છોડીને અનુભવકાળે અને શુભ-અશુભમાં ઉપયોગ હોય ત્યારે પણ દષ્ટિ તો ધ્રુવતળ ઉપર જ હોય છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી ૯૬ હજાર સ્ત્રીના વૃદમાં ઊભા હોય છતાં એની દષ્ટિ તો અંદર ધ્રુવતામાં જ રહે છે, વિકલ્પ ઉપર નથી. બાહુબલી સાથે ભરતને લડાઈ થઈને બન્ને ભાઈ સમ્યગ્દષ્ટિ હતાં છતાં લડાઈમાં ઉપયોગ હતો, છતાં તે કાળે પણ એમની દષ્ટિ ધ્રુવતળ ઉપરથી ખસતી નથી. દષ્ટિ તો સહજપણે ધ્રુવતળ ઉપર જ રહે છે. શુભાશુભના ઉપયોગ કાળે પણ દષ્ટિ ધ્રુવ ઉપરથી ખસતી નથી. શ્રેણીકરાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા, જેલમાં માથું ફોડીને મરે છે છતાં એ કાળે પણ ધ્રુવતળ ઉપરથી એની દષ્ટિ ખસતી નથી. દ્રવ્યદષ્ટિનો મહિમા અપાર ને અચિંત્ય છે.
-હિન્દી આત્મધર્મ ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮
(૩૮૧). પ્રશ્ન- જ્ઞાનીને પણ શુભરાગ આવે છે, તો શું તે શુદ્ધાત્માને ભૂલી જાય છે?
ઉત્તર- મુમુક્ષુજીવ શુભરાગમાં જોડાય છે પણ શુદ્ધાત્માની શોધક વૃત્તિ ના જાય. મુમુક્ષુજીવને દયા-દાન-પૂજા-ભક્તિ આદિના શુભભાવો આવે ખરા પણ એની વૃત્તિ ને વલણ શુદ્ધાત્મા તરફ રહ્યા કરે છે, શુભભાવમાં તલ્લીનતા ન થાય. જિનસ્વરૂપી ભગવાન આત્માની શોધક વૃત્તિ ન જાય. શુદ્ધાત્માનું ધ્યેય છોડીને શુભરાગનો આગ્રહ કરતો નથી. શુભરાગથી લાભ થશે એમ માનતો નથી અને પર્યાયની અશુદ્ધતા પણ ભૂલતો નથી, સ્વછંદ કરતો નથી.
-આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૩૩
(૩૮૨) પ્રશ્ન:- શુભરાગને જ્ઞાની હેય માને છે તો પોડશકારણભાવનાને તો ભાવે છે?
ઉત્તર- જ્ઞાની પોડશકારણભાવના ભાવતા નથી પણ તે પ્રકારનો રાગ આવી જાય છે. જ્ઞાનીને ભાવના તો સ્વરૂપમાં કરવાની જ હોય છે, પણ સ્વરૂપમાં કરી શકે નહિ ત્યારે હેયબુદ્ધિએ શુભરાગ આવી જાય છે. જ્ઞાની તેના જાણનાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com