________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦: જ્ઞાનગોષ્ઠી છે કર્તા નથી.
-આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯
(૩૮૩) પ્રશ્ન- જ્ઞાની પરવસ્તુ કે રાગમાં ફેરફાર કરવાની બુદ્ધિ રાખતા નથી–તે તો ઠીક; પરંતુ પોતાની નિર્મળ પર્યાયને કરવાની તો ઈચ્છા છે ને?
ઉત્તર:- પરવસ્તુને કે રાગને ફેરવવાનું તો જ્ઞાની માનતા નથી, અને પોતાની નિર્મળ પર્યાય ફેરવવા ઉપર પણ લક્ષ નથી; દ્રવ્યસ્વભાવની સન્મુખ થતાં પર્યાય નિર્મળપણે ફરી જાય છે. ધર્મી પરને-શરીરની ક્રિયાને ફેરવતો નથી, વિકલ્પને ફેરવતો નથી અને જે સમયે જે પર્યાય થાય છે તેને ફેરવવાની બુદ્ધિ નથી, એટલે કે તેને પર્યાય ઉપરની દૃષ્ટિ જ છૂટી ગઈ છે. ફક્ત વસ્તુસ્વભાવની સન્મુખ બુદ્ધિ થતાં રાગ ટળીને વીતરાગપણે પર્યાય પલટી જાય છે. કાંઈ પણ ફેરફાર કરવાનું નથી. વસ્તુસ્વભાવને જેમ છે તેમ રાખીને પોતે સ્વભાવદષ્ટિથી નિર્મળપણે પલટી જાય છે.
આ સિવાય પદાર્થોમાં કે પોતાની અવસ્થામાં કોઈ ફેરફાર કરવા માંગે તો તે મિથ્યાદષ્ટિ છે.
-આત્મધર્મ અંક ૭૯, વૈશાખ ૨૪૭૬, પૃષ્ઠ ૧૨૪
(૩૮૪) પ્રશ્ન- ધર્મી સાધક જીવ રાગનો વેદક છે કે જ્ઞાતા છે?
ઉત્તર- સાધક જીવનું જ્ઞાન રાગમાં જાય છે તે દુઃખને વેદે છે, જ્ઞાન જ્ઞાનમાં રહે છે તે સુખને વેદે છે. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૦-૩૧
(૩૮૫) પ્રશ્ન:- જ્ઞાનીને દુઃખ જણાય છે કે વેદાય છે?
ઉત્તર- જ્ઞાનીને દુઃખ જણાય છે ને વેદાય પણ છે. જેમ આનંદનું વેદન છે તેમ જેટલું દુઃખ છે એટલું દુઃખનું પણ વેદન છે.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૧
(૩૮૬). પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિ પણ સર્વજ્ઞની જેમ રાગને માત્ર જાણે જ છે?
ઉત્તર:- જે પ્રકારે સર્વજ્ઞને લોકાલોક શેય છે. લોકાલોકને સર્વજ્ઞ જાણે છે; તેવી રીતે જેણે સર્વજ્ઞસ્વભાવને દૃષ્ટિમાં લીધો છે-એવો સમ્યગ્દષ્ટિ સર્વજ્ઞની સમાન રાગને જાણે જ છે. સર્વજ્ઞને જાણવામાં લોકાલોક નિમિત્ત છે, તે રીતે સમ્યગ્દષ્ટિને જાણવામાં રાગ નિમિત્ત છે. સમ્યગ્દષ્ટિ રાગને કરતો નથી, પરંતુ લોકાલોકના જ્ઞાતા સર્વજ્ઞની જેમ તે રાગને જાણે જ છે આવી વસ્તુસ્થિતિ છે. અને એવું જ અંદરથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com