________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૨૧ આવે છે અને બેસે છે. આ વાત ત્રણકાળ ત્રણલોકમાં બદલાઈ જાય એમ નથી. અન્ય કોઈ પ્રકારથી પણ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. આ તો અંદરથી જ આવેલી વસ્તુ સ્થિતિ છે.
-હિન્દી આત્મધર્મ, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૨૫
(૩૮૭) પ્રશ્ન- જ્ઞાનીને તો દુ:ખનું વેદન છે જ નહિ ને?
ઉત્તર- જ્ઞાનીને પણ રાગ છે એટલું દુઃખ છે. જ્ઞાનીને જેટલો કષાય છે તેટલું દુઃખનું વેદન પણ છે. દુઃખનું વેદન નથી એ તો શ્રદ્ધાના જોરની અપેક્ષાએ કહ્યું છે કે જ્ઞાની રાગનો વેદક નથી જ્ઞાયક છે. એક બાજુ એમ કહે કે ચોથા ગુણસ્થાને બંધન છે જ નહિ અને વળી કહ્યું કે ચૌદમાં ગુણસ્થાન સુધી સંસારી છે. જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે સમજવું જોઈએ. -આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
(૩૮૮). પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને ત્રણ કપાય વિધમાન છે તેને સ્વર્ગમાં દુઃખ વિશેષ છે કે નરકમાં દુઃખ વિશેષ છે?
ઉત્તર- ખરેખર તો સ્વર્ગ-નરકના સંયોગનું દુઃખ નથી પણ પોતાના પરિણામ કષાયમાં જોડાય છે તેનું દુઃખ છે. નરક વધુ દુઃખનું કારણ છે એમ નથી પણ પ્રતિકૂળતામાં તીવ્ર જોડાણ થાય છે તેનું વિશેષ દુ:ખ છે. જેટલું પરમાં લક્ષ જાય એટલું દુ:ખ છે. તે દુ:ખના પરિણામ સંયોગને લઈને થયા નથી પણ પોતાથી જ થયા છે.
-આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
(૩૮૯) પ્રશ્ન- તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યક કહ્યું છે ચારિત્રને કહ્યું નથી ?
ઉત્તર- ચારિત્રની પર્યાય પાંચમા છઠ્ઠા ગુણસ્થાનેથી મુખ્યપણે ગણાય છે, ચોથાવાળાને સ્વરૂપાચરણચારિત્ર પ્રગટ થયું છે.
-આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૪
(૩૯૦) પ્રશ્ન- ચોથા ગુણસ્થાને અનુભવ હોય કે એકલી શ્રદ્ધા હોય? ઉત્તર- ચોથા ગુણસ્થાને આનંદના અનુભવ સહિત શ્રદ્ધાન હોય છે.
-આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૮
(૩૯૧) પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિ નિર્વિકલ્પ હોય છે ત્યારે જ આનંદ અનુભવે છે ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com