________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨: જ્ઞાનગોષ્ઠી બાકીનો કાળ તો પ્રમાદમાં જ હોય છે ને?
ઉત્તર- સમ્યગ્દષ્ટિને સદાકાળ શુદ્ધતામાં જ વર્તે છે, ભલે નિર્વિકલ્પ ઉપયોગ ન હોય ને રાગમાં પ્રવૃત્તિ કરતો હોય, ખાવા-પીવા-સૂવામાં કે પૂજા-ભક્તિ-શ્રવણ આદિ બાહ્ય ઉપયોગમાં-રાગમાં વર્તતો હોય, છતાં ત્યારે પણ શુદ્ધતામાં જ વર્તે છે. અંતરદષ્ટિ તો સ્વભાવમાં જ પડી છે, તેથી રાગની પ્રવૃત્તિ હોવા છતાં એ રાગને દષ્ટિના જોરમાં ગણવામાં આવતો નથી. તેથી સમ્યગ્દષ્ટિ સદાકાળ અનુભૂતિમાં જ વર્તે છે, શુદ્ધપણારૂપ જ વર્તે છે તેમ કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિ સ્વરૂપમાં જાગૃત થયો છે તે નિરતર જાગૃત જ છે, શ્રેણીક આદિ નરકમાં છે તે શુદ્ધપણામાં જ વતે છે રાગમાં નહિ, રાગ આવે છે તેને જાણે છે પણ તેમાં વર્તતા નથી.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૧
(૩૯૨) પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે સ્વપ્રકાશક છે?
ઉત્તર:- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ સ્વપ્રકાશક છે પણ ઉપયોગરૂપ પરપ્રકાશક વખતે ઉપયોગરૂપ સ્વપ્રકાશક ન હોય અને ઉપયોગરૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગરૂપ પરપ્રકાશક ન હોય પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપરપ્રકાશક જ છે.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૬
(૩૯૩) પ્રશ્ન:- જો રાગથી પરદ્રવ્યને ફેરવી શકાતા નથી તો જ્ઞાની પરદ્રવ્યને ફેરવવાનો રાગ શા માટે કરે છે?
ઉત્તર:- રાગથી પરદ્રવ્યને ફેરવી શકાતા જ નથી, તોપણ જ્ઞાનીને નબળાઈથી રાગ આવે છે છતાં એ રાગના જ્ઞાની કર્તા થતાં નથી, રાગને જ્ઞય બનાવીને જાણનાર રહે છે.
-આત્મધર્મ અંક ૪૦૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૨
(૩૯૪) પ્રશ્ન- જ્ઞાની આખો દિવસ શાસ્ત્ર વાંચન ઉપદેશ આદિ કરતા જોવામાં આવે છે છતાં આપ કહો છો કે જ્ઞાની રાગને કરતો નથી, તો શું સમજવું?
ઉત્તર:- રાગ આવે છે પણ રાગનો જાણનાર છે. આત્માને જાણતો હોવાથી સ્વ-પર પ્રકાશક જ્ઞાન સમયે સમયે થાય છે ને તે સમયે રાગ હોય તેને જાણે છે પણ રાગનો સ્વામી નથી. રાગને પરજ્ઞય તરીકે જાણે છે, ખરેખર તો તે સંબંધનું પોતાનું જ્ઞાન છે તે જ્ઞાનને તે જાણે છે. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે પણ રાગનું જ્ઞાન પોતામાં પોતા વડે થયું છે ને તે પોતાનું કાર્ય છે પણ રાગ તે પોતાનું કાર્ય નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com