________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪: જ્ઞાનગોષ્ઠી સગવડતા આપી સુખી કરી શકું છું અથવા બીજા જીવોને અગવડતા આપીને દુ:ખી કરી શકું છું એ માન્યતા મહા પાપ દષ્ટિની છે. હું એક તણખલાના બે કટકા કરી શકું છું, હાથની આંગળી હુલાવી શકું છું, વાણી બોલી શકું છું, રોટલીનો ટુકડો કરી શકું છું-એમ પરદ્રવ્યની ક્રિયાનો કર્તા હું છું એવી માન્યતા મિથ્યાદષ્ટિની છે. એવા જીવો રૈલોક્યમાં કાંઈ બાકી નથી એવા બધા પદાર્થોન હું કરી શકું છું તેવી માન્યતાથી મિથ્યાત્વરૂપ મોટા પાપને બાંધે છે કેમકે અજ્ઞાનમાં જગતની કોઈ પણ વસ્તુને તે પોતાની માન્યા વિના રહેતો નથી. ૪૬.
આત્મા પરદ્રવ્યને તો સ્પર્શતો નથી, રાગને પણ સ્પર્શતો નથી પણ અહીં અલિંગગ્રહણના ૧૯માં બોલમાં તો કહે છે કે આત્મદ્રવ્ય પોતાની નિર્મળ પર્યાયને પણ સ્પર્શ કરતો નથી, નિર્મળ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. દ્રવ્યસામાન્ય છે તે વિશેષરૂપ પર્યાયમાં આવતું નથી-સ્પર્શતું નથી. દ્રવ્ય વસ્તુ છે તે પર્યાયને કરતી નથી. પર્યાયને અડતી નથી અને પર્યાય છે તે દ્રવ્યમાં નથી, દ્રવ્યને સ્પર્શતી નથી. પર્યાયનું લક્ષ કરવા જતાં રાગ ઉત્પન્ન થશે ને દ્રવ્યનું લક્ષ કરતાં રાગ તૂટી નિર્વિકલ્પતા થશે. અતીન્દ્રિય આનંદ અનુભવાશે. ભાઈ! તારી નિર્મળ પર્યાય થાય તેને પણ દ્રવ્ય અડતું નથી. આહા...હા..! દ્રવ્ય ને પર્યાય બન્નેની આવી સ્વતંત્રતા બતાવે છે. પર્યાય ક્ષણિક છે તે ધ્રુવ દ્રવ્યને અડતી નથી. આહાહા! અલૌકિક વાતું છે. દ્રવ્ય છે તે પર્યાયને દ્રવે છેઉત્પન્ન કરે છે એ પણ અપેક્ષાથી કથન છે. બીજા દ્રવ્યથી પર્યાય થતી નથી તેમ બતાવવા કહ્યું છે, પણ અહીં તો અધ્યાત્મની એકદમ સૂક્ષ્મ વાત કહે છે કે દ્રવ્ય છે તે પર્યાયનો દાતા નથી. ધ્રુવ અસ્તિત્વ ને ક્ષણિક અસ્તિત્વ બેને ભિન્ન બતાવે છે. ૪૭.
પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં દ્રવ્યસ્વભાવ તો ત્રણે કાળે શુદ્ધ જ છે. આર્ત ને રૌદ્ર ધ્યાનના કૂર પરિણામો એ બધા પર્યાયમાં છે, તે જ ક્ષણે ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ છે. નિગોદના જીવન મા રૌદ્રધ્યાનના તીવ્ર મલિન પરિણામ છે પણ તે પર્યાયમાં છે, તેનું દ્રવ્ય તો તે સમયે પણ શુદ્ધ જ છે. સંસારના પરિણામ તે પર્યાયમાં છે. ત્રિકાળી શુદ્ધ ભગવાન છે તે પર્યાયમાં કદી આવતો જ નથી. એવા ત્રિકાળી ભગવાન ઉપર દષ્ટિ કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે. ૪૮
બે નય પરસ્પર વિરોધી છે, જો તે એક હોય તો બે નય રહેતી નથી. વ્યવહારનય નથી એમ નથી, પણ વ્યવહારથી લાભ થાય તો નિશ્ચયનય રહેતો નથી. પાણી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com