________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરના મોતી: ૨૩૫ ગરમ થાય છે તેમાં અગ્નિ નિમિત્ત નથી તેમ નથી, પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય તો ઉપાદાન રહેતું નથી. નિશ્ચયની સાથે વ્યવહાર હોતો નથી તેમ નથી, પણ વ્યવહારથી નિશ્ચય થાય તો નિશ્ચય રહેતો નથી. ઉપાદાનના કાર્ય કાળે નિમિત્ત હોય છે પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી. આવી વસ્તુની સ્થિતિ છે. ૪૯.
પ્રભુ! તારી ને રાગની વચ્ચે સાંધ છે, ભેદ છે. રાગ ને આત્મા બે એક નથી પણ સદાય ભિન્ન છે. પથ્થરની ખાણમાં ઉપર નીચેના પથ્થર વચ્ચે ઝીણી રગ હોય છે. આહાહા ! જાઓ તો ખરા કુદરતના નિયમમાં એ સળંગ પથ્થર વચ્ચે સાંધનેરગને કોણ કરવા ગયું હતું? પણ કુદરતી જ ઉપર નીચેના બે ભાગ વચ્ચે ઝીણી રગ હોય છે. ત્યાં દારૂ ભરીને સુરંગ ફોડતાં બે ભાગ જુદા પડી જાય છે. તેમ અહીં આત્મા અને રાગ વચ્ચે સાંધ છે, તિરાડ છે, બે ભાગ છે. દયા-દાન-વ્રતાદિ શુભરાગ દુઃખરૂપ છે ને ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એ બન્ને ભિન્ન સ્વરૂપે હોવાથી જ્ઞાનરૂપી છીણી મારવાથી આત્મા ને રાગ બને જાદા પડી જાય છે. આત્મા તે સુખરૂપ છે ને રાગ તે દુઃખરૂપ છે. બન્નેના સ્વરૂપ ભિન્ન છે, ભાવે પણ બને ભિન્ન હોવાથી બેના ક્ષેત્ર ભિન્ન છે, તેથી વસ્તુ ભિન્ન છે. આહાહા ! આવી વાતો વીતરાગ કેવળી, શ્રુતકેવળી કેટલી સ્પષ્ટતા કરતા હશે! અહો! આ કાળે અહીં ભગવાનના વિરહ પડયા. ૫૦.
સમ્યગ્દષ્ટિ કર્તુત્વનયે રાગ-દ્વેષ આર્ત-રૌદ્ર ધ્યાનના તેમ જ વ્રતાદિના પરિણામનો કર્તા છે. રાગ-દ્વેષનું પરિણમન પોતામાં થાય છે તેથી તેનો કર્તા છે તેમ કર્તુત્વનયે જાણે છે અને તે જ વખતે તે જ રાગાદિ પરિણામનો અકર્તુત્વનયે સાક્ષી છે. દષ્ટિની અપેક્ષાએ તો રાગાદિના પરિણામ અલ્પ છે તેને ગૌણ કરીને કેવળ સાક્ષી જ છે તેમ કહ્યું છે, પણ રાગનું પરિણમન પોતામાં છે. સર્વથા નથી તેમ નથી. તેથી સાધક શ્રુતજ્ઞાન પ્રમાણ વડે કર્તુત્વધર્મ અને અકર્તુત્વધર્મ બન્નેને જેમ છે તેમ જાણે છે. ભોકર્તુત્વનય સાધક જીવ સુખ-દુઃખના પરિણામનો ભોગવનાર છે. જેમ રોગી રોગને ભોગવે છે તેમ સમ્યગ્દષ્ટિ હરખ-શોકના પરિણામનો ભોગવનાર છે અને તે જ સમયે તે જ સુખ-દુઃખ, હરખ-શોકના પરિણામનો અભોકતૃત્વનયે સાક્ષી છે. જેમ વૈદ્ય રોગીના રોગનો સાક્ષી છે, ભોગવનાર નથી. તેમ સાધક જીવ ભોકતૃત્વનયે સુખ-દુઃખના પરિણામને ભોગવે છે અને અભોકતૃત્વનયે તે જ પરિણામનો તે જ સમયે સાક્ષી છે. એ બન્ને ધર્મનો ધારક આત્મદ્રવ્ય છે તેમ સાધકજીવ શ્રુતજ્ઞાન પ્રમાણથી જાણે છે. પ૧.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com