________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬: જ્ઞાનગોષ્ઠી
મિથ્યાદષ્ટિ જીવ, વિકારનો કર્તા પુલકર્મ આદિ નિમિત્ત છે તેમ માને છે. તેને કહે છે કે વિકારનો કર્તા પુદગલકર્મ નથી પણ અજ્ઞાની જીવ પોતે જ વિકારનો કર્તા છે. બીજી બાજુ કહે કે સમ્યગ્દષ્ટિ જીવ વિકારનો કર્તા નથી પણ પુદગલકર્મ તેનો કર્તા છે. ત્યાં સમ્યગ્દષ્ટિ વિકારનો સ્વામી ન હોવાથી અને વિકાર યુગલના લક્ષે થતો હોવાથી પુદ્ગલકર્મને તેનો કર્તા કહ્યું છે. વળી એમ પણ કહે છે કે સમ્યગ્દષ્ટિ વિકારનો કર્તા પણ છે. ત્યાં વિકારનું પરિણમન છે તે પોતાનું છે એથી પર્યાયના દોષનું જ્ઞાન કરાવવા કહ્યું છે. વળી કોઈ શાસ્ત્રમાં એમ પણ આવે છે કે વિકાર તે જીવનું એકલાનું કાર્ય નથી પણ જીવ અને કર્મ બન્ને ભેગા મળીને વિકાર થયો છે, જેમ પુત્રની ઉત્પત્તિ એ માતા-પિતા બન્નેનું કાર્ય છે. ત્યાં એમ કહેવું છે કે વિકાર જીવનો છે પણ તે કર્મના લક્ષે થયો છે–એમ ઉપાદાન-નિમિત્તનું પ્રમાણ જ્ઞાન કરાવવાનું કથન છે. જ્યાં જે અપેક્ષાથી કહ્યું હોય ત્યાં તેમ સમજવું જોઈએ. પર.
આત્માના ભાન વિના ઘણા શાસ્ત્ર ભણે. વ્રતાદિ પાળે, દ્રવ્યચારિત્ર અંગીકાર કરે છે તો પણ તેનો મોક્ષ થતો નથી. જેમ સામાન્યજનો-ઈશ્વર કર્તુત્વવાળા તાપસ આદિનો મોક્ષ થતો નથી તેમ ભલે તે જીવ છકાય જીવોની રક્ષા કરતો હોય તોપણ આત્માના ભાન વિના ગૃહીત મિથ્યાદષ્ટિની જેમ પરનું અને રાગનું કર્તુત્વ માનતો હોવાથી મોક્ષ પામતો નથી. આહાહા ! અંતરદષ્ટિનું તત્ત્વ બહુ અલૌકિક છે. અધ્યાત્મના અંતરની વાતો આકરી પડે એવી છે પણ વસ્તુનું સ્વરૂપ આમ જ
છે. ૫૩.
સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ! શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે ભાઈ ! તારા દ્રવ્યમાં અનંત આનંદના ખજાના ભર્યા છે, તે માલનો ગ્રાહક ત્વરાથી એટલે જલ્દીથી થા! જેમ મહેમાન ઘેર આવ્યા હોય ને કાંઈ ખાવા પીવાની વસ્તુ લેવા છોકરાને બહાર મોકલે ત્યારે તેનો બાપ કહે છે કે જલ્દી આવ જે, ઉતાવળે આવ જે, દોડીને આવજે. એમ અહીં કહે છે કે ભાઈ ! તારી અંદર આનંદ ભર્યો છે તેનો ગ્રાહક ત્વરાથી એટલે જલ્દીથી થા! ઉતાવળો થઈને આનંદને લે, પ્રમાદ કરીશ નહિ, કાલે કરીશ તેમ વાયદો કરીશ નહિ પણ દોડીને, ઉતાવળો થઈને તારા આનંદને ગ્રહણ કરજે, ભોગવજે તેમ કહે છે. સત્તર વર્ષની ઉંમરે આમ કહ્યું છે. એમનો ક્ષયોપશમ ઘણો હતો. એ વખતે એમના જેવા બીજા કોઈ ન હતા. ૫૪.
*
હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું. એમ જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે છે, તેને સાંભળતા પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com