________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી: ૨૩૭
વસ્તુ છું એમ જોર રહે છે તે જીવને સમ્યક સન્મુખતા રહે છે. મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજુ સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તોપણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું, એવા દઢ સંસ્કાર પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિહત ભાવ કહ્યો છે તેમ સમ્યક સન્મુખતાના એવા દઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. જેમ સમયસાર ગાથા ૪માં કહ્યું છે કે મિથ્યાત્વનું એકછત્ર રાજ્ય ચાલે છે તેમ જ્ઞાયકનું એકછત્ર લક્ષ આવવું જોઈએ. ઉપયોગ જ્ઞાનમાં એકમાં ન ટકે તો દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ વિચારમાં ફેરવે, ઉપયોગને બારીક કરે, ઉપયોગને સૂક્ષ્મ કરતો કરતો જ્ઞાયકના જોરથી આગળ વધે તે જીવ ક્રમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. પ૫.
જ્ઞાયકભાવ છે તે શુભાશુભ ભાવરૂપે થયો જ નથી. શુભાશુભ ભાવ એ તો અચેતન છે, જડ છે, તે રૂપે થાય તો જ્ઞાયકભાવ જડ થઈ જાય. આત્મા ચૈતન્ય જ્ઞાયક ભાવરૂપે હોવાથી શુભાશુભ ભાવરૂપે થતો નથી. તેથી અપ્રમત-પ્રમતના ભેદો તે જ્ઞાયકભાવમાં નથી. જ્ઞાયકભાવ તો એક રસરૂપ ચૈતન્યરસરૂપે જ રહ્યો છે, શુભાશુભ ભાવના અચેતનરસરૂપે થયો જ નથી. જ્ઞાયકભાવ ચૈતન્યના પૂરનો ધ્રુવ પ્રવાહ છે, એ જ દષ્ટિનો વિષય છે, તેમાં પુણ્ય-પાપના ભાવ છે જ નહિ, અપ્રમત્તપ્રમત્ત ગુણસ્થાનના ભેદ કે પર્યાય ભેદ તેમાં નથી. પણ એ તને જણાય ક્યારે ?-કે તું પરદ્રવ્યના ભાવથી ભિન્ન પડી જ્ઞાયકભાવ સન્મુખ થા ત્યારે શુદ્ધતાનો અનુભવ થાય છે ત્યારે આ આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે એમ ખરેખર જાણું છે. તારી પર્યાયમાં ચૈતન્ય જ્ઞાયકભાવનો આદર થાય, સેવા થાય, સન્માન થાય. ચમત્કારીકતા લાગે, અધિકતા આવે ત્યારે પરદ્રવ્યનો સત્કાર, સન્માન, આદર, ચમત્કારીકતા છૂટી જાય ત્યારે આ આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે તેમ જાણવામાં આવે છે. પ૬,
પોતાને કેવળજ્ઞાન પ્રગટ કરવું એ તો જીવનો સ્વભાવ છે, એ ન થઈ શકે તેમ ન માન! કેવળજ્ઞાન પ્રગટ કરવું તે અઘરું પડે તેમ ન માન! જીવને પરમાણુ બનાવવો હોય તો તે ન થઈ શકે, અરે ! રાગને કાયમ રાખવો હોય તો તે કાયમ રહી ન શકે, પણ શુદ્ધતા પ્રગટ કરવી તે તો જીવનો સ્વભાવ છે. એ કેમ ન થઈ શકે ? તે કેમ અઘરું પડે? જીવમાં હરવું-શુદ્ધતા પ્રગટ કરવી એ તો જીવનો સ્વભાવ હોવાથી થઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com