________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮: જ્ઞાનગોષ્ઠી શકે છે. માટે ન થઈ શકે એવી માન્યતાનું શલ્ય છોડી દે !
* અહો! આત્મા સર્વજ્ઞ સ્વભાવી જ છે. જાણવું...જાણવું...જાણવુંજ જેના અંતરતળમાં ભર્યું છે, જેના અસ્તિત્વની સત્તામાં આ દેહ-વાણી-મન-વિકલ્પો આદિ બધું જણાય છે. એ જાણનારો તું છો તેમ જાણ-વિશ્વાસ કર ને કર્તબુદ્ધિ છોડી દે!
* જ્ઞાની વિષયોમાં પ્રવર્તે છે પણ તેને વિષયોનો રસ ઊડી ગયો છે. વિષયોમાં પ્રવર્તન થઈ જવા છતાં બીજી ક્ષણે ધ્યાનમાં બેસીને આનંદનો સ્વાદ લ્ય એવી મોકળાશ રાખીને રાગમાં પ્રવર્તે છે. જ્ઞાનીના અંતર-કાળજા ઓળખવા બહુ કઠણ છે ભાઈ !
* અહો! આત્મા અલૌકિક ચૈતન્યચંદ્ર છે. તેનું અવલોકન કરતાં મુનિઓને પરથી વૈરાગ્ય ઉછળી જાય છે. પરથી ઉદાસ..ઉદાસ.....થઈ જાય છે. જેને આત્માનું અવલોકન નથી. અને બહારથી સ્ત્રી-પુત્ર ઘર આદિ છોડે છતાં તેને પરથી ખરો વિરાગ્ય કવાતો નથી. આત્માનું અવલોકન કરનારા ધમી જીવ આત્મામા ૨ક્ત છે ને પરથી વિરક્ત છે. જ્ઞાન વૈરાગ્ય શક્તિ સહિત છે. સમ્યગ્દષ્ટિ ગુહસ્થ છે તે પણ અંદરમાં તો પરથી વિરક્ત છે, પણ હજુ તેને થોડી આસક્તિ છે, તેથી તેમને વારંવાર નિર્વિકલ્પતા થતી નથી અને મુનિઓને તો આસક્તિ છૂટી ગઈ છેએથી વારંવાર અંદર નિર્વિકલ્પ અનુભવમાં જાય છે. ચૈતન્યના અમૃતનું પાન કરવા વારંવાર અનુભવમાં જાય છે. ચૈતન્યને નિહાળતા ધરાતા નથી, થાકતા જ નથી, ઉપયોગ વારંવાર અંદરમાં જામી જાય છે. પ૭.
એક ગામથી બીજે ગામ જાય તોય ભાતું સાથે લઈને જાય છે તો બીજા ભવમાં જવા માટે કાંઈ ભાતું હોય કે નહિ? શ્રદ્ધા-જ્ઞાનનું ભાતું સાથે લઈને જવું જોઈએ, બાયડી સામે જોવે તો પાપ, છોકરી સામું જોવે તો પાપ, પૈસા સામું જોવે તો પાપ, પર સામું જોતાં બધે પાપ..પાપ...ને...પાપ છે. અરે ! ક્યાં એને જવું છે? રાગ અને હું એક છું એવું મિથ્યાત્વનું ભાતું લઈને જવું છે? રાગથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ હું છું એવું ભાતું સાથે લઈ જાય તો આગળ વધવામાં અને કામ આવશે. અંદરમાં અસંખ્ય પ્રદેશમાં ઊંડે ઊંડ તળીયે ધ્રુવમાં પર્યાયને લઈ જવાની છે. એ તો ધીરાનાવીરાના કામ છે.
* જેમ સિંહ એક ત્રાડ નાખે ત્યાં બકરાંના ટોળા ભાગી જાય તેમ ભગવાન પૂર્ણાનંદનો નાથ જ્યાં અંદરથી જાગીને ગર્જના કરે ત્યાં વિકલ્પરૂપ બકરાંના ટોળા ભાગે ને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ થાય એવો તું માન છો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com