________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી: ૨૩૯ * આહાહા! આઠ આઠ વર્ષના રાજકુમારોને વૈરાગ્ય થઈ જતાં, સ્વરૂપની ઉગ્ર સાધના કરવા વનમાં જવા માતાની પાસે રજા માગે છે કે હું માતા! આ દુઃખમય સંસારથી હવે અમે છૂટવા માગીએ છીએ, અમને આ રાજપાટના ભોગમાં ક્યાંય ચેન પડતું નથી માટે સ્વરૂપની સાધના કરવા વનમાં જવાની-દીક્ષા લેવાની રજા આપ ! હવે ફરી સંસારમાં અમારે આવવું નથી ને બીજી માતાને રોવડાવવી નથી, માટે હે માતા ! રજા આપ ! આહાહા ! એ રાજકુમારો હીરાના પલંગ ને રેશમના ગાદલે સૂનારા મણિરત્નની પૂતળી જેવા જેના શરીર છે. જેણે કદી ટાઢ-તડકો કે કાંટા કાંકરા જોયા નથી, એવા બાળકો અંદરની સાધના સાધવા ઉગ્ર પુરુષાર્થથી વનમાં ચાલી નીકળે છે, ધન્ય એ દશા! ધન્ય એ અવતાર!
* ભગવાન આત્મા છે તે આ જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ છે. અનંતી ઋદ્ધિનો ધણી છે. એના જેવી જગતમાં બીજી કોઈ ઉત્કૃષ્ટ ચીજ નથી. અતીન્દ્રિય આનંદ આદિ ગુણથી ભરેલી કસવાળી વસ્તુ છે. તેના શ્રદ્ધા-જ્ઞાન ને રમણતા કર તો અતીન્દ્રિય આનંદની નદીઓ વહેશે, અતીન્દ્રિય આનંદના પૂરના લોઢ ઊછળશે ને અલ્પકાળમાં મોક્ષ પ્રાપ્ત થશે. ૫૮.
અરે ભાઈ ! તારામાં કઈ ઋદ્ધિની ખામી છે કે પર સામે ઝાંવા નાખે છો? તારી સામે અનંતી ઋદ્ધિવાળો પ્રભુ બિરાજે છે તેની સામે નજર નાખતો નથી ને પર સામે નજર નાંખીને પુણ્ય-પાપના દુ:ખને અનુભવે છે! દયા-દાન-ભક્તિ આદિના શુભ વ્યવહારમાં વિસ્મયતા કરે છેએ વિસ્મયતા છોડીને તારી સામે વિસ્મયકારી ચૈતન્ય બિરાજે છે તેની સામે જો. તારી પ્રભુતાની વિસ્મયતા કરીને એમાં ઠર. તારા એ આનંદના બાગમાં વિહાર કર, અન્ય દ્રવ્યમાં વિહાર ન કર !
પ્રશ્ન- પોતે જ ભગવાન હોવા છતાં હાથમાં કેમ આવતો નથી ?
ઉત્તર- પોતે ભગવાન સ્વરૂપે છે તેનો મહિમા આવવો જોઈએ તે આવતો નથી. બહારની મહિનામાં રોકાઈ જાય છે, શરીર-સ્ત્રી-પુત્ર-ધનાદિ અનુકૂળ સામગ્રી મળી હોય તેના મહિનામાં રોકાઈ જાય છે, તેથી જરા આગળ જાય તો શુભ વ્યવહારના અનેક પ્રકારમાં મહિમા કરી રોકાઈ જાય છે, થોડો ઉઘાડ થઈ જાય ને બોલતાં આવડતું હોય તો એના મહિનામાં રોકાઈ જાય ને પોતાના ભગવાનનો મહિમા કરવો ભૂલી જાય છે તેથી ભગવાન હાથ આવતો નથી.
* ધર્મી જીવ કર્યજનિત સામગ્રીથી અતિ વિરક્તપણે પરિણમે છે. શુભરાગ હો કે અશુભરાગ હો તે બધી કમજનિત સામગ્રી છે. તેનાથી અતિ વિરક્તપણે ધર્મી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com