________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦: જ્ઞાનગોષ્ઠી પરિણમે છે. ભલે કદાચિત્ ચક્રવર્તીના રાજપાટ ને ભોગ સામગ્રી હો પણ અંદરમાં તેની રુચિ જામતી નથી, તેનાથી અતિ વિરક્તિ છે. વાણીયાને નફો થાય તેવો માલ લ્ય, નુકશાની જાય તેવો માલ ન લે, તેમ સમ્યગ્દષ્ટિ અંદરમાં નફો થાય-અતીન્દ્રિય આનંદ મળે તે માલ લે છે, નુકશાન થાય-દુઃખ થાય તેવો માલ લેતા નથી. તેથી સમ્યગ્દષ્ટિને બાહ્ય સામગ્રીમાં ચિ થતી નથી, વિરક્તિ રહે છે. ૫૯.
શરીરના એક એક તસુમાં ૯૬-૯૬ રોગ છે, એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે; કાંઈક સગવડતા હોય ત્યાં ઘુસી જાય છે, પણ ભાઈ ! તારે ક્યાંક જવું છે ત્યાં કોનો મહેમાન થઈશ? કોણ તારું ઓળખીતું હશે? એનો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે! શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઉઘડે નહિ ને ક્ષણમાં દેહ છૂટતાં અજાણ્યા સ્થાને હાલ્યો જઈશ! નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે માટે તારું કાંઈક કરી લે! શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે, શરીરમાં વ્યાધિ જ્યાં સુધી ન આવે અને ઇન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેજે.
* શાસ્ત્રમાં આવે છે કે ભગવાનની ભક્તિથી જન્માવલીનો નાશ થાય છે, બીજી બાજુ કહે છે કે પરદ્રવ્યના લક્ષે દુર્ગતિ થાય છે. એક બાજુ કહે છે કે જિનબિમ્બના દર્શનથી સમ્યગ્દર્શન થાય છે, બીજી બાજુ કહે છે કે નિજ આત્મદર્શનથી જ સમ્યગ્દર્શન થાય છે. જ્ઞાનની પર્યાય પર તરફનું લક્ષ છોડી અંદર સ્વ તરફ વળતાં જાણનાર....જાણનાર તરફ પર્યાય ઢળે છે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. ભગવાનની ભક્તિથી જન્માવલી નાશ પામે છે ને સમ્યગ્દર્શન થાય છે તે વ્યવહારના વચન છે, તેને જ જે પકડે છે તે જીવ વ્યવહારને પણ સમજતો નથી તેથી ભગવાન તેને મૂઢ કહે છે.
પ્રશ્ન- પરદ્રવ્ય આત્માને કાંઈ કરતું નથી તો અરિહંત ભગવાન આયુષ્ય કર્મના કારણે સંસારમાં રહ્યા છે ને?
ઉત્તરઃ- પરદ્રવ્ય આત્માને રોકતું નથી. અરિહંત ભગવાન સંસારમાં રહ્યાં છે તે પોતાની પર્યાયની યોગ્યતાથી રહ્યા છે, અસિદ્ધત્વ પર્યાયની યોગ્યતાથી સંસારમાં રહ્યા છે, આયુકર્મ તો નિમિત્ત માત્ર છે. ૬૦.
* એક વસ્તુને બીજી સાથે કાંઈ જ સંબંધ નથી, દરેક પદાર્થ સ્વતંત્ર છે, કોઈ પદાર્થ અન્ય પદાર્થનું કાંઈ જ કરી શકતો નથી. આવા વસ્તુસ્વભાવના નિયમને જે જાણતા નથી તેઓ બિચારા છે-રાંકા છે, ભલે તે મોટા રાજા હોય કે સ્વર્ગના દેવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com