________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦: જ્ઞાનગોષ્ઠી
ઉત્ત૨:- આત્મા કાયમ રહીને પલટતો રહે છે. આત્માની વિકારી દશા સંસાર અને નિર્મળદશા મોક્ષ છે. શરીર તો સંયોગી છે. તે તારો સ્વભાવ નથી અને ક્ષણિક વિકાર પણ તારો સ્વભાવ નથી. ત્રિકાળી સ્વભાવનું વેદન હો તે તારો સ્વભાવ છે. આત્મામાં અનિત્યસ્વભાવ તો કાયમ રહે છે, પરંતુ વિકારી પર્યાય સદા નથી રહેતી, તેથી તે ખરેખર આત્માનો અનિત્યસ્વભાવ નથી. સમયે-સમયે જે જાણવાની પર્યાય થયા કરે છે, તે આત્માનો અનિત્ય સ્વભાવ છે, નવી-નવી જ્ઞાનની પર્યાય સદા થતી જ રહે છે; તે જ આત્માનો અનિત્ય સ્વભાવ છે.
– હિંદી આત્મધર્મ, ઓકટોબર ૧૯૮૨, પૃષ્ઠ ૨૪ ( ૩૧ )
આત્મા. અર્થાત્ આત્મા ઈન્દ્રિયોથી જણાય જાય
પ્રશ્ન:- ઇન્દ્રિયો વડે જાણે તે છે–એવું માનવામાં શું આપત્તિ છે?
ઉત્ત૨:- ‘ઇન્દ્રિયો વડે જાણે તે આત્મા ' –તો કહે છે કે ના; આત્મા તો સર્વજ્ઞ-સ્વભાવી છે. ‘ ઇન્દ્રિયો વડે જાણે તે આત્મા ' એમ માનતાં તેના સર્વજ્ઞસ્વભાવનો અપવાદ થાય છે, તેમ જ તેમાં સર્વજ્ઞનો પણ અપવાદ થાય છે. સર્વજ્ઞનું જ્ઞાન અતીન્દ્રિય છે, તેને ઇન્દ્રિયનું અવલંબન જરા પણ નથી. આવા અતીન્દ્રિયસ્વરૂપે આત્માને લક્ષમાં લેવો તે જ સર્વજ્ઞની ખરી સ્તુતિ છે. અતીન્દ્રિય આત્માને ઇન્દ્રિયવડે જાણનાર માનવો તેમાં સર્વજ્ઞની સ્તુતિ નથી પણ સર્વજ્ઞનો અપવાદ છે.
-આત્મધર્મ અંક ૧૯૭, ફાગણ ૨૪૮૬, પૃષ્ઠ ૧૦
(૩૨ )
પ્રશ્ન:- જો જ્ઞાન અને આત્મા અભેદ છે, જુદા નથી, તો પછી તેમાં ભેદ પાડીને કેમ કહ્યું? જો બંને જુદા ન હોય તો જ્ઞાન લક્ષણ અને આત્મા લક્ષ્ય એવા ભેદ કેમ કર્યા ?
ઉત્તર:- પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે, જ્ઞાન પોતે પ્રસિદ્ધ છે અને તે જ્ઞાન વડે આત્માને પ્રસિદ્ધ કરવામાં આવે છે. લોકો જ્ઞાનમાત્રને તો સ્વ-સંવેદનથી જાણે છે. પેટમાં દુઃખે છે, માથું દુઃખે છે એમ કોણે જાણ્યું? જ્ઞાને જાણ્યું. એ રીતે જ્ઞાન તો પ્રસિદ્ધ છે. પણ અજ્ઞાની તે જ્ઞાન વડે એકલા પરની પ્રસિદ્ધિ કરે છે તેથી તે જ્ઞાનને સ્વસન્મુખ કરીને આત્માની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો અને જ્ઞાનનો લક્ષ્ય-લક્ષણ ભેદ પાડીને સમજાવ્યું છે.
-આત્મધર્મ અંક ૯૭, કારતક ૨૪૭૮, પૃષ્ઠ ૮–૯
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com