________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા: ૯ આનંદ કામમાં-ભોગવટામાં આવે છે તે પર્યાયની કિંમત વધે છે ?
ઉત્તર- પર્યાયમાં ભોગવટામાં આવતો આનંદ એક ક્ષણ પૂરતો છે ને દ્રવ્ય તો ત્રિકાળી આનંદનો પિંડ છે. ક્ષણે ક્ષણે દ્રવ્યમાંથી આનંદનો પ્રવાહ આવે છે, એથી દ્રવ્ય આનંદનો સાગર છે. આનંદના સાગરની કિંમત વિશેષ છે.
-આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૭
(૨૭) પ્રશ્ન- આપ કહો છો કે જ્ઞાનની પર્યાય છે તે ધ્રુવને જાણે છે, ધ્રુવ જાણતું નથી.-તો ધ્રુવ આંધળો છે?
ઉત્તર- ધ્રુવ આંધળો નથી પણ મહાપ્રભુ છે. ધ્રુવ જાણવાની અવ્યક્તશક્તિઓનો પિંડ છે. પર્યાય વ્યક્ત છે, પ્રગટ છે, તે ધ્રુવને જાણે છે.
-આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૧
(૨૮) પ્રશ્ન:- જીવ શુદ્ધસ્વરૂપી છે તે તો બરાબર પણ રાગ-દ્વેષ-મોહ સુખ-દુઃખના પરિણામને કરે છે કોણ ? ને ભોગવે છે કોણ ?
ઉત્તર:- જીવ જ રાગ-દ્વેષ-મોહુના પરિણામને કરે છે ને સુખ-દુઃખના હરખશોકને ભોગવે છે, પણ તે વિભાવપરિણામ છે, ઉપાધિભાવ છે, તેથી જીવનું સ્વરૂપ વિચારતાં તે જીવનું સ્વરૂપ નથી તેમ કહેવાય છે અને શુદ્ધસ્વરૂપના અનુભવમાં વિભાવ આવતો નથી તેથી સ્વભાવ દષ્ટિએ વિભાવ આત્માથી ભિન્ન છે.
-આત્મધર્મ અંક ૪૦૫, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૨
(૨૯) પ્રશ્ન:- આત્માનો જ્ઞાન સ્વભાવ છે તો રાગ કેમ થાય છે?
ઉત્તર- પોતાના સ્વભાવને ભૂલીને પરને પોતાનું માને છે તેથી પરમાં રાગ કરે છે. નિમિત્તાધીન બુદ્ધિ હોવાથી-રાગાદિમાં એકતા બુદ્ધિ હોવાથી–પર્યાયબુદ્ધિ હોવાથી રાગ થાય છે. આત્માના દ્રવ્ય-ગુણમાં રાગ કરવાની શક્તિ નથી પણ પર્યાયમાં વિકાર થવાની યોગ્યતાથી થાય છે.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૪-૧૫
(૩૦) પ્રશ્ન:- આત્મામાં નિત્યસ્વભાવ અને અનિત્યસ્વભાવ બંને એક સાથે છે. તેમાંથી અનિત્યસ્વભાવનો અર્થ શું છે? શું વિકારીભાવ પણ આત્માનો અનિત્યસ્વભાવ છે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com