________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮: જ્ઞાનગોષ્ઠી
કોઈ પર્યાય દ્રવ્યસ્વભાવમાં છે જ નહિ, સંસાર–મોક્ષ એ બધી પર્યાયોની ૨મતું છે. દ્રવ્યસ્વભાવમાં એ પર્યાયો છે જ નહિ. ત્રિકાળી દ્રવ્યસ્વભાવ એકરૂપ છે. એને નથી કાંઈ ગ્રહવું કે નથી કાંઈ છોડવું. જ્ઞાયકભાવ તો શાશ્વત છે જ-ત્રણ કષાયનો અભાવ કરી અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેનારા દિગમ્બર સંતોએ અંતરની વાત અજબ ગજબની કરી છે. આવી વાત દિગમ્બર સંતો સિવાય ભરતક્ષેત્રમાં બીજે કયાંય નથી. એ દિગમ્બર સંતો કહે છે કે બધા જીવો સુખી થાવ. કોઈ જીવ દુ:ખી ન થાવ, બધાય જીવો મુક્ત દશાને પામો! દરેક આત્માઓ મુક્ત સ્વભાવી જ છે. જેમ ચોખા અને કળથીને ઉત્પન્ન થવાની જમીન જુદી હોય છે. તેમ ચોક્ખો એટલે મુક્ત ઉત્પન્ન થવાનું સ્થાન ચોખ્ખું એટલે મુક્ત સ્વરૂપથી જ છે. તેના આશ્રયથી મુક્તિ ઉત્પન્ન થાય છે.
-આત્મધર્મ અંક ૪૩૬, ફેબ્રુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૬ (૨૩)
પ્રશ્ન:- ત્રિકાળી આત્મદ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય એનું શું કારણ ?
ઉત્ત૨:- ત્રિકાળી આત્મદ્રવ્ય એ જ મૂળ વસ્તુ છે. ત્રિકાળી દ્રવ્યમાં આનંદ ભર્યો છે, તેથી ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેતાં પર્યાયમાં આનંદરૂપ ધર્મદશા પ્રગટ થાય છે. -આત્મધર્મ અંક ૪૪૧, જુલાઈ ૧૯૮૦, પૃષ્ઠ ૨૯ (૨૪)
પ્રશ્ન:- ધ્રુવની કિંમત વધુ કે આનંદના અનુભવની ?
ઉત્ત૨:- ધ્રુવની કિંમત વધુ છે. આનંદની પર્યાય તો એક સમયની છે ને ધ્રુવમાં તો આનંદનો ઢગલો ભર્યો છે.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૨
(૨૫)
પ્રશ્ન:- દ્રવ્યની સિદ્ધિ તો પર્યાયથી થાય છે તો પર્યાય ઊંચી થઈ ?
ઉત્ત૨:- દ્રવ્યની પ્રસિદ્ધિ ભલે પર્યાય કરે છે પણ પર્યાય તો એક સમયની છે અને દ્રવ્ય તો અનંતી અનંતી પર્યાયનો પિંડ પ્રભુ છે એની કિંમત છે. એક સમયની પર્યાય ત્રણકાળ ત્રણલોકના પદાર્થો જાણે છે પણ દ્રવ્ય તો એથી અનંતગુણી પર્યાયનો પિંડ છે એથી પર્યાય કરતાં દ્રવ્યની કિંમત અનંતગુણી છે. એવા દ્રવ્યની કિંમત થાય તો પર્યાયમાં આનંદનું વેદન આવે.
-આત્મધર્મ અંક ૪૫૦, એપ્રિલ ૧૯૮૧, પૃષ્ઠ ૨૭ (૨૬)
પ્રશ્નઃ- દ્રવ્યમાં પડેલો આનંદ કામમાં-ભોગવટામાં આવતો નથી અને પર્યાયનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com