________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્માઃ ૭
ભાવો-પર્યાયો વિનાશીક હોવાથી સારરૂપ નથી. અવિનાશી ભગવાન આત્મા સારરૂપ હોવાથી વિનાશીક ભાવોથી દૂર છે. આહાહા! પર્યાયની સમીપ ધ્રુવ ભગવાન પડયો છે તે જ એક સારરૂપ હોવાથી દષ્ટિમાં લેવા યોગ્ય છે અને બીજું બધું અસારરૂપ છે. -આત્મધર્મ અંક ૪૩૨, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૨૭
(૨૦)
પ્રશ્ન:- ઉપયોગ લક્ષણ કેનું છે? તેને કેનું અવલંબન છે–કોના અવલંબનથી પ્રગટ થાય છે? તે ઉપયોગની અસ્તિ કયા કારણથી છે અને કયા કારણથી નથી ?
ઉત્ત૨:- ઉ૫યોગ આત્માનું લક્ષણ છે, તેને શેય પદાર્થોનું આલંબન નથી. આત્માના આલંબનથી ઉપયોગ પ્રગટ થાય છે, બાહ્ય પદાર્થોના આલંબનથી ઉપયોગ પ્રગટ થતો નથી. આત્માને તો ૫૨ પદાર્થોનું આલંબન નથી પણ તેના ઉપયોગને પણ બાહ્ય પદાર્થોનું આલંબન નથી. ઉપયોગ લક્ષણને લક્ષ્ય એવા આત્માનું આલંબન છે. ૫૨૫દાર્થોના આલંબનથી એટલે કે દેવ-ગુરુ જિનવાણીના આલંબનથી આત્માનો ઉપયોગ પ્રગટ થતો નથી પણ સ્વના આલંબનથી જ ઉપયોગ પ્રગટ થાય છે. ઉપયોગની અસ્તિ શેય પદાર્થોને લઈને નથી પણ તે જેનું લક્ષણ છે એવા આત્માથી અસ્તિરૂપ છે. તે ઉપયોગને ૫૨નું આલંબન કેમ હોય? ઘણું વાંચે, ઘણું સાંભળે માટે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ નથી પણ શુદ્ધિની વૃદ્ધિ આત્માના આલંબને થાય છે.
-આત્મધર્મ અંક ૪૩૪, ડીસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૩૦
(૨૧)
પ્રશ્ન:- સીમંધરનો અર્થ શું છે?
આત્મા સીમંધર છે?
ઉત્તર:- સીમંધર એટલે વસ્તુ મર્યાદાવાળી છે. પ્રભુ તું મર્યાદિત છો, તારી સીમા તારી મર્યાદા એ છે કે તું રાગમાં ન જાય, રાગને ન કરે, તેથી મર્યાદાનોસીમાનો ધારક આત્મા પોતે જ સીમંધર છે.
-આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૩૨ (૨૨)
પ્રશ્ન:- દ્રવ્યસ્વભાવમાં વિકાર છે જ નહિ ને કા૨ણપ૨માત્માને પાપરૂપ બહાદુર શત્રુસેનાને લૂંટનારો કેમ કહ્યો ?
ઉત્ત૨:- એ તો પર્યાયથી વાત કરી છે. પર્યાયમાં રાગાદિભાવો છે તે સ્વભાવ સન્મુખ ઢળતા ઉત્પન્ન જ થતા નથી, તેને નાશ કર્યો એમ થનમાત્ર કહેવાય છે. દ્રવ્ય સ્વભાવમાં તો રાગાદિ ભાવો કે સમ્યગ્દર્શન, ચારિત્ર, કેવળજ્ઞાન કે સિદ્ધ પર્યાય એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com