SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન આત્મા: ૧૧ (૩૩) પ્રશ્ન:- આત્મદ્રવ્ય સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે એમ કહ્યું, તો શું વિકારપર્યાયમાં પણ આત્મા વ્યાપક છે? ઉત્તર:- હા; વિકારપર્યાયમાં પણ તે સમય પૂરતો આત્મા વ્યાપક છે; પણ આમ જેણે નક્કી કર્યું તેને પોતાની પર્યાયમાં એકલો વિકારભાવ જ નથી હોતો, પરંતુ સાધકભાવ હોય છે કેમકે “વિકારભાવ કર્મને લીધે થતો નથી એટલે કે તેમાં કર્મ વ્યાપક નથી, તે વિકાર પર્યાયમાં પણ આત્મદ્રવ્ય જ વ્યાપક છે.” આમ જેણે નક્કી કર્યું તેને વિકાર વખતે પણ દ્રવ્યની પ્રતીતિ ખસતી નથી, એટલે “પર્યાયમાં દ્રવ્ય વ્યાપક છે' એમ નક્કી કરનારને એકલા વિકારમાં જ વ્યાપકપણું રહેતું નથી પણ સમ્યકત્વાદિ નિર્મળપર્યાયમાં વ્યાપકપણું હોય છે. -આત્મધર્મ અંક ૧૦૪, જેઠ ૨૪૭૮, પૃષ્ઠ ૧૫૫ (૩૪) પ્રશ્ન- કેવળજ્ઞાનની શક્તિ” અને “કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ'એ બંનેમાં શું ફેર છે? ઉત્તર- જે જીવમાં કેવળજ્ઞાન પ્રગટવાનું છે તે જીવમાં કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ સદાય છે. “કેવળજ્ઞાનની શક્તિ” અને “કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ'-એ બંને જુદી ચીજ છે; “કેવળજ્ઞાનની શક્તિ તો અભવ્યમાં પણ છે, પરંતુ કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ તેમનામાં નથી. અભવ્યમાં કેવળજ્ઞાનની શક્તિરૂપ સ્વભાવ છે, પણ તેને કેવળજ્ઞાનપર્યાય કદી પ્રગટે નહિ-એવો પણ તેનો સ્વભાવ છે. -આત્મધર્મ અંક ૧૦૪, જેઠ ૨૪૭૮, પૃષ્ઠ ૧૫૧-૧૫ર (૩૫) પ્રશ્ન- દેહ-દેવળમાં ભગવાન આત્મા સર્વકાળે પ્રત્યક્ષ છે તો અત્યારે કેમ દેખાતો નથી ? ઉત્તર- એ શક્તિ અપેક્ષાએ પ્રત્યક્ષ છે, જેની દષ્ટિ એના ઉપર જાય એને પ્રત્યક્ષ છે. ત્રણ કાળે નિર્મળ છે ત્રણે કાળ પ્રત્યક્ષ છે, એના સ્વરૂપમાં દયા-દાન આદિના રાગ નથી જે પ્રત્યક્ષ કરવા માગે છે તેને પ્રત્યક્ષ છે જે વર્તમાન જ્ઞાનનો અંશ છે તેને ત્રિકાળી તરફ વાળતા પ્રત્યક્ષ છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮ (૩૬). પ્રશ્ન- જીવને હર્ષ-અહર્ષ આદિના સ્થાનો નથી તો તે કોના છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy