SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨: જ્ઞાનગોષ્ઠી ઉત્ત૨:- જીવના મૂળ સ્વભાવમાં વિકાર નથી તેથી વિકારના સ્થાનોને પુદ્ગલ કર્મના કહેવામાં આવે છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૮ (૩૭) પ્રશ્ન:- આત્મામાં અનંત શક્તિઓ છે તેમાંથી કોઈ શક્તિ એવી પણ હશે કે આત્મા પરદ્રવ્યનું કાર્ય પણ કરે? જેમ એક ગાયને ચારવા લઈ જાય તેમ બીજાની પણ બે-પાંચ ગાયને સાથે ચારવા લઈ જાય છે, તેમ આત્મા પોતાનું કાર્ય કરે છે તો સાથે શરીરાદિનું પણ કાર્ય કરે તો શું દોષ છે? ઉત્ત૨:- ભાઈ ! સાંભળ, આત્મામાં અનંત શક્તિઓ છે, તે પોતાનું સંપૂર્ણ કાર્ય કરે છે અને અન્ય દ્રવ્યથી ભિન્નપણે પોતાને ટકાવી રાખે છે, અન્ય દ્રવ્યો આત્માથી બહાર લોટતા હોવાથી અને અન્ય દ્રવ્યમાં આત્માનો વ્યાપ્ય-વ્યાપક ભાવે અભાવ હોવાથી આત્મા જ્ઞાનાવરણીયકર્મ કે શરીરાદિ અન્ય દ્રવ્યનું કાર્ય કરવા અસમર્થ છે. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૫-૧૬ (૩૮) પ્રશ્ન:- આત્માના સ્વભાવમાં દુ:ખ છે શું? ઉત્ત૨:- નરકના નારકીને સ્વર્ગના સુખની ગંધ નહિ, સ્વર્ગના દેવને નરકના દુ:ખની ગંધ નહિ, રાગમાં ધર્મની ગંધ નહિ, ૫૨માણુમાં પીડાની ગંધ નહિ. સૂર્યમાં અંધકારની ગંધ નહિ અને સુખ સ્વભાવમાં સંસારદુ:ખની ગંધ નહિ. -આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૪ (૩૯) પ્રશ્ન:- કૃપા કરીને જ્ઞાતા-દષ્ટાનું વાસ્તવિક ‘સ્વરૂપ ’ બતાવશો ? ઉત્ત૨:- ચેતના તે જ આત્માનું લક્ષણ છે. ચેતના દર્શનજ્ઞાનમય છે. પુણ્ય-પાપ આત્માના ચેતન સ્વભાવથી જુદા છે. આત્મા જ્ઞાતા દષ્ટા છે. ૫૨ની સામે જોયા કરવું એનું નામ જ્ઞાતા-દષ્ટાપણું નથી પણ પોતાના જ્ઞાયક દર્શક સ્વભાવને ઓળખીને તેમાં સ્થિર રહેવું તે જ જ્ઞાતા-દષ્ટાપણું છે. આપણે જ્ઞાતા-દષ્ટા રહીને પરના કામ કરવાં-એ માન્યતા મિથ્યાદષ્ટિની છે; કેમ કે આત્મા પરનું કરી શકતો જ નથી. જ્ઞાન-દર્શન લક્ષણ વડે પોતાના સ્વભાવને જાણીને તેમાં ઠરવું તે મોક્ષનો નિકટ ઉપાય છે. -આત્મધર્મ અંક ૭૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૩૨ * Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy