________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનઃ ૬૯ છે, તેમાં ભેદ નથી. વ્યવહાર સમ્યગ્દર્શન જે વિકલ્પરૂપ છે તે કાંઈ આત્મા સાથે અભેદ નથી.
-આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ 10
(૨૧૯) પ્રશ્ન- દષ્ટિના વિષયમાં વર્તમાન પર્યાય ભેગી આવે છે કે નહિ?
ઉત્તર:- દૃષ્ટિના વિષયમાં એકલું ધ્રુવદ્રવ્ય જ આવે છે. પર્યાય તો દ્રવ્યનો વિષય કરે છે, પણ પર્યાય ધ્રુવદ્રવ્યમાં ભેગી આવતી નથી કેમ કે તે વિષય કરનાર છે. વિષય અને વિષયી બે જુદા છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૮/૧૯
(૨૨૦) પ્રશ્ન- દ્રવ્યદૃષ્ટિને આલંબન કોનું?
ઉત્તરઃ- દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ અંતઃતત્ત્વને જ અવલંબે છે. નિર્મળ પર્યાય પણ બહિર્તત્ત્વ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય તે પણ બહિર્તત્ત્વ છે, તેનું આલંબન દ્રવ્યદૃષ્ટિમાં નથી. સંવર-નિર્જરા-મોક્ષ પણ પર્યાય છે, તેથી તે વિનાશીક હોવાથી બહિર્તત્ત્વ છે. તેનું આલંબન દ્રવ્યદષ્ટિને નથી. શરીર-મન-વાણી-કુટુંબ કે દેવ-શાસ્ત્ર-ગુરુ એ તો પરદ્રવ્ય હોવાથી બહિર્તત્ત્વ છે જ અને દયા-દાન-વ્રત-તપ આદિના પરિણામ-એ પણ વિકાર હોવાથી બહિર્તત્ત્વ છે જ પણ અહીં તો જે શુદ્ધ નિર્મળ પર્યાય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ છે તે પણ ક્ષણીક અનિત્ય એક સમય પૂરતાં ટકતા હોવાથી ધ્રુવતત્ત્વ-અંત:તત્ત્વની અપેક્ષાએ પણ બહિર્તત્ત્વ છે તેથી તેનું આલંબન લેવા જેવું નથી.
-આત્મધર્મ અંક ૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પૃષ્ઠ ૩ર
(૨૨૧) પ્રશ્ન- સમ્યગ્દર્શનનો વિષય શું છે?
ઉત્તર:- સમયસાર ગાથા ૧૩માં, નવતત્ત્વરૂપ પર્યાયોમાં અન્વયપણે રહેલું ભૂતાર્થ એકરૂપ સામાન્ય ધ્રુવ તે સમ્યગ્દર્શનનો વિષય છે એમ કહ્યું છે. પંચાધ્યાયી
ભદરૂપ નવતત્વમાં સામાન્યરૂપે રહેલું એટલે કે ધૃવરૂપે રહેલું તે જીવનું શુદ્ધ ભૂતાર્થસ્વરૂપ છે. આ રીતે ભેદરૂપ નવતત્ત્વોથી ભિન્ન શુદ્ધ જીવને બતાવી તેને સમ્યગ્દર્શનનો વિષય એટલે કે ધ્યેયરૂપ બતાવેલ છે.
જીવની શ્રદ્ધાપર્યાય ધ્યેયભૂત સામાન્ય ધ્રુવ દ્રવ્યસ્વભાવ તરફ ઢળે છે ત્યારે જ સમ્યગ્દર્શન અને નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે. તે વખતે દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ સર્વ ગુણોના પરિણામ (-પર્યાય) સ્વભાવ સન્મુખ ઢળે છે; માત્ર શ્રદ્ધા-જ્ઞાનના જ પરિણામ ઢળે છે એમ નથી. “xxx વહાઁ સર્વ પરિણામ ૩૪ રૂપમેં છા રોવર પ્રવર્તતે હૈં,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com