________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦: જ્ઞાનગોષ્ઠી તે ભક્તિ છે, એમ કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે પણ એનો ભાવાર્થ, ધર્મી જીવ ધ્રુવ આત્માની જ ભક્તિ-સેવા-ઉપાસના કરે છે, એમ સમજવો. સમયસાર ગાથા ૧૬ માં દર્શન-જ્ઞાન-ચારિત્ર સદા સેવવા યોગ્ય છે તેમ કહ્યું તે વ્યવહારથી સમજાવ્યું છે; પરમાર્થથી તો એકરૂપ ધ્રુવ આત્માને જ સેવવાનો છે, વ્યવહારથી સમજાવવામાં આવે છે, તોપણ સમજાવનાર અને સમજનારે વ્યવહારમાં ઊભા રહેવાનું નથી. સમયસારની ૮ મી ગાથાની ટીકામાં પણ એમ જ કહ્યું છે કે “xxx વ્યવહારનય પણ પ્લેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે; તેમજ બ્રાહ્મણે પ્લેચ્છ ન થવું એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી.” જ્યાં જ્યાં શુદ્ધ પર્યાયની સેવા કરવાનું, ધ્યાન કરવાનું કહ્યું ત્યાં ત્યાં એ સમજાવવાની એક પ્રકારની શૈલીનાં કથન છે, નિર્મળ પર્યાય પ્રગટે છે તે અપેક્ષાથી કહ્યું છે, એમ સમજવું.
સમયસારની ૬ ઠી ગાથાની ટીકામાં આત્મા અન્ય દ્રવ્યભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ' કહેવાય છે, એમ કહ્યું, ત્યાં અન્ય દ્રવ્યથી લક્ષ છૂટે છે ને સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય છે ત્યારે પર્યાય પણ ગૌણ થઈ જાય છે ને એકલા ધ્રુવ દ્રવ્યસ્વભાવ ઉપર લક્ષ જાય છે; એ દ્રવ્યની સેવા કરી કહેવાય છે.
–આત્મધર્મ અંક ૩૮૭, જાન્યુઆરી ૧૯૭૬, પૃષ્ઠ ૨૬-૨૭
(૫૬) પ્રશ્ન:- જિનવાણી સાંભળવાથી સમજણ થાય અને સાંભળતા પુણ્ય બંધાય તેનાથી પૈસા પણ મળે એ તો બન્ને રીતે લાભ ? ઉત્તર:- સાંભળવાથી સમજણ ન થાય પુષ્ય જ થાય.
–આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૭, પૃષ્ઠ ૩૦
(૫૭) પ્રશ્ન:- સાંભળવાથી થોડી થોડી સમજણ તો થાય છે?
ઉત્તર- એ સમજણ તે ખરી સમજણ નથી, ખરી સમજણ તો સ્વસમ્મુખ જાય ત્યારે ખરી સમજણ થઈ કહેવાય.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૧
(૫૮) પ્રશ્ન:- જ્ઞાનમાં ધારણારૂપ સમજણ તો થાય છે ?
ઉત્તર- ધારણારૂપ સમજણ થાય, પણ ખરી સમજણ તો સીધો સ્વસમ્મુખ અંતરમાં જાય ત્યારે થાય છે. ભગવાન આત્માને રાગથી લાભ માનવો તે કલંક છે.
–આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૧
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com