________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવ-શાસ્ત્ર-ગુરુ: ૧૯ મોહ તથા રાગ-દ્વેષ હતા, તે મોહ તથા રાગ-દ્વેષનો અભાવ થયો તેથી શરીરાદિનો પણ અભાવ કહેવામાં આવ્યો છે એમ સમજવું.
–આત્મધર્મ અંક ૭૭, ફાગણ ૨૪૭૬, પૃષ્ઠ ૯૫
(૫૪) પ્રશ્ન- શાસ્ત્રો ભણવાનું તાત્પર્ય શું છે? | ઉત્તર- શાસ્ત્રોનું તાત્પર્ય તો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા બતાવવાનું છે, એવા આત્માનું જ્ઞાન તે જ શાસ્ત્ર ભણવાનું તાત્પર્ય છે. જે જીવ એવા આત્માને નથી જાણતો તે ખરેખર શાસ્ત્રો ભણ્યો જ નથી. જ્ઞાનસ્વભાવી આત્મા રાગથી પણ જુદો છે–એમ બતાવીને શાસ્ત્રો જ્ઞાનસ્વભાવનું જ અવલંબન કરાવે છે ને રાગાદિનું અવલંબન છોડાવે છે.-આ જ શાસ્ત્ર તાત્પર્ય છે, આ જ શાસ્ત્ર ભણવાનો ગુણ છે. તેનો (એટલે કે ભિન્નવસ્તુભૂત શુદ્ધજ્ઞાનસ્વભાવી આત્માના શીનના ) છે તેને શાસ્ત્ર ભણવાના ફળનો અભાવ છે, એટલે તે અજ્ઞાની જ છે.
-આત્મધર્મ અંક ૨૦૮, મહા ૨૪૮૭, પૃષ્ઠ ૧૩
(૫૫) પ્રશ્ન-શું શાસ્ત્રનો અર્થ પણ ઘણા પ્રકારથી કરાય છે?
ઉત્તર- અક્ષરાર્થ ભાવાર્થ વગેરે પાંચ બોલથી શાસ્ત્રનો અર્થ કરવાનું આચાર્યદેવે કહ્યું છે.
જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય એ તો અક્ષરાર્થ થયો, જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાતું નથી પણ પોતાના જ કારણે જ્ઞાન હીણું થયું છે તે ભાવાર્થ થયો. પરના કારણે જ્ઞાન હીણું થયું છે તેમ માનવું એ તો દષ્ટિ જ ખોટી છે, પણ જ્ઞાન પોતાના જ કારણે હીણું છે એમ જાણવું તે સત્ય છે. એમ જાણીને પણ હીણી પર્યાય છે તેનું લક્ષ છોડીને ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્યનું લક્ષ કરવું તે ભાવાર્થ છે. એ જ ભાવાર્થ જાણવાનું પ્રયોજન છે.
નિયમસારમાં ચાર ભાવોથી આત્મા અગોચર કહ્યો છે અર્થાત્ ક્ષાયિકભાવથી આત્મા જણાતો નથી તે અક્ષરાર્થ છે. તે અક્ષરાર્થ પણ ભાવાર્થથી જ સફળ છે. તેનો ભાવાર્થ એ છે કે ક્ષાયિકભાવના આશ્રયે આત્મા જણાતો નથી, તેથી આશ્રય અપેક્ષાએ ક્ષાયિકભાવથી અગોચર કહ્યો છે. આત્માને જાણનાર તો નિર્મળ પર્યાય પોતે જ છે, છતા નિમેળ પયયના આશ્રય ત્રિકાળી આત્મા જણાતો નથી.
નિયમસારમાં (ભક્તિ-અધિકારમાં) દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામનું ભજન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com