________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવ-શાસ્ત્ર-ગુરુઃ ૨૧
(૫૯)
પ્રશ્નઃ- શાસ્ત્રોમાં ક્યાંક પરીક્ષાપ્રધાની બનવા માટે કહ્યું છે અને ક્યાંક આજ્ઞાનુસારી રહેવાનો નિર્દોષ દીધો છે, પરીક્ષા કર્યા વિના નિર્ણય થાય નહિ; હવે અમારે કરવું શું?
ઉત્તર:- સર્વજ્ઞની આજ્ઞા માનીને પરીક્ષા કરજે, એક્લી પરીક્ષા કરવા જઈશ તો ભ્રષ્ટ થઈ જઈશ. જિનશાસનમાં કહેલાં પદાર્થોના સ્વભાવની ગંભીરતા, ક્ષેત્ર સ્વભાવની ગંભીરતા, કાળ સ્વભાવની ગંભીરતા, અનંત ભાવોના સ્વભાવની ગંભીરતા, એ ગંભીર ને સૂક્ષ્મ સ્વભાવી પદાર્થોને જિનઆજ્ઞાથી પ્રમાણ કરજે, અલ્પબુદ્ધિનો ધારક જીવ એક્લી પરીક્ષા કરવા જશે તો જિનમતથી ચ્યુત થઈ જવાનો મોટો દોષ થશે. જિન-આજ્ઞાને મુખ્ય રાખીને બને તેટલી પરીક્ષા કરવામાં દોષ નથી. એક્લી આજ્ઞાથી જ માને અને પરીક્ષા કરે જ નહિ તોપણ નિર્ણય સાચો નહિ થાય ને બીજો બીજી વાત કરશે તો ફરી જશે. માટે પરીક્ષા કરીને નિર્ણય કરજે પણ જિન-આજ્ઞાને મુખ્ય રાખજે.
-આત્મધર્મ અંક ૪૧૮, ઓગષ્ટ ૧૯૭૮, પૃષ્ઠ ૨૯
(૬૦)
પ્રશ્ન:- બધા શાસ્ત્રોનો સાર સ્વસન્મુખ થવાનું કહે છે તો બધા શાસ્ત્રો વાંચવાની શું જરૂર છે? સ્વસન્મુખ થવાનો જ પ્રયત્ન કરીએ ?
ઉત્ત૨ઃ- સ્વસન્મુખ થવાનો જ પ્રયત્ન કરવાનો છે પણ સ્વસન્મુખ ન થવાતું હોય ને અનેક પ્રકારથી અટવાના શલ્ય પડયા હોય ત્યારે શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ આવે છે, આવ્યા વિના રહેતો નથી અને શાસ્ત્ર પણ સ્વસન્મુખ થવાનું જ કહે છે.
-આત્મધર્મ અંક ૪૩૦, ઓગષ્ટ ૧૯૭૯, પૃષ્ઠ ૨૩
(૬૧)
પ્રશ્ન:- બુદ્ધિ પૂર્વક તત્ત્વનો અભ્યાસ કરવા છતાં કોઈને સમ્યગ્દર્શન થાય છે ને કોઈને ન પણ થાય તેનું શું કારણ ?
ઉત્ત૨:- જે જીવ તત્ત્વ નિર્ણયનો યથાર્થ પુરુષાર્થ કરે છે તેને તો સમ્યગ્દર્શન થાય જ છે પણ જે જીવ તત્ત્વનો અભ્યાસ કરવા છતાં કોઈને કોઈ ઠેકાણે અટકી જાય છે તો તેને સમ્યગ્દર્શન થતું નથી. શાસ્ત્રાનુસાર અભ્યાસ તો કરી લ્યે પણ અટકવાના અનેક પ્રકાર છે તેમાંથી કોઈ ઠેકાણે અટકી જાય તો તેને સમ્યગ્દર્શન થતું નથી. ચડવાનો એક જ પ્રકાર છે જે સાચો પ્રયત્ન રુચિપૂર્વક કરે છે તેને મોળું-ઢીલું પડવાની વાત જ નથી. તેનું જોર એવું હોય કે તેને સમ્યગ્દર્શન થાય જ. એક વાત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com