________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬: જ્ઞાનગોષ્ઠી ઉતરતાં સમ્યગ્દષ્ટિને પરદ્રવ્યની મીઠાશ ઉડી જાય છે, ભલે હજુ આસક્તિ છૂટી ન હોય પણ પરમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. ૧૨૩.
અરે ભાઈ ! તારી મોટપ છે તે તને ભાસતી નથી તેથી તું બીજાને મોટપ દેવા જાય છે. તારું તત્ત્વ જેવડું મોટું છે તે તને બેસતું નથી તેથી તે બીજાને મોટા દેવા જાય છે. તારા તત્ત્વની મોટપ ભાસતી નથી તેથી તું રાગના વ્યવહારને મોટા દેવા જાય છે. નિમિત્તને મોટપ દેવા જાય છે, પણ ભાઈ ! પરની મોટપના ભાવમાં તારી મોટપ હણાતા મિથ્યાત્વનું મહાન દુઃખ તને થાય છે, તેનું તને ભાન નથી. ૧૨૪.
પર્યાય ક્રમબદ્ધ થાય છે તેમ જાણવાનું તાત્પર્ય વીતરાગતા છે, ભગવાને દીઠું છે તેમ થશે તેનું તાત્પર્ય પણ વીતરાગતા છે. જે કાળે જે થાય તે કાળે તે જ તેનું પ્રાપ્ત કાર્ય છે. પરમાણુમાં જે કાળે જે કાર્ય થાય તે જ તેનું પ્રાપ્ત કાર્ય છે અને તે સંબંધીનું તે સમયે જ્ઞાન થાય તે જ્ઞાનનું પ્રાપ્ત કાર્ય છે. આમ જાણતાં જ્ઞાતા ઉપર દષ્ટિ જાય છે, અકર્તા થાય છે ને વીતરાગતા પ્રગટે છે-એ તેનું તાત્પર્ય છે. ૧૨૫.
આવો મોટો આનંદસ્વરૂપ ભગવાન આત્મા દેહમાં બિરાજે છે પણ એનો તું વિશ્વાસ કરતો નથી અને બહારના બીજા પદાર્થનો વિશ્વાસ કરે છે કે દવાથી રોગ મટશે. પાણીથી તૃષા મટશે, ખોરાકથી ભૂખ મટશે એમ વિશ્વાસ કરે છે પણ પોતાના ભગવાન સ્વરૂપનો ભરોસો કરતો નથી તેથી ચારગતિમાં રખડવાનું મટતું નથી. ૧૨૬.
તલના ફોતરાં જેટલો સૂક્ષ્મ રાગ-વિકલ્પ એ શલ્ય સમાન હોવાથી મનને દુઃખ કરે છે, આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, અનંત ગુણમય છે એવો ભેદરૂપ વિકલ્પ છે તે શલ્ય સમાન દુ:ખરૂપ છે, આત્માને ઘા મારે છે, આત્માને પીડા કરે છે, જેમ શરીરમાં લોખંડના બાણની ઝીણી કરી રહી જાય તો તે શરીરમાં સડો કરે છે, પીડા કરે છે, દુઃખ કરે છે. પરની ચિંતા તો દુ:ખરૂપ છે તેથી છોડવા જેવી જ છે પણ મોક્ષની ચિંતા પણ દુઃખરૂપ છે, મોક્ષની ચિંતા કરવાથી મોક્ષ થતો નથી તેથી મોક્ષની ચિંતા પણ છોડ! ૧૨૭.
જ્ઞાનીઓને જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માને છોડીને અન્ય વસ્તુ સારી લાગતી નથી, તેથી પરમાત્માને જાણવાવાળું જ્ઞાનીઓનું મન બાહ્ય વિષયોમાં ચોંટતું નથી, અને જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com