________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી: ૨૫૭ જીવને રાગની રુચિ ને પ્રેમ છે તે જીવોનું મન પરમાનંદને દેનાર પરમાત્મામાં ચોંટતું નથી. તે જીવો કદાચિત બાહ્ય ત્યાગ કરે, સંયમ ધારે, બાહ્ય હિંસાદિ કરતા ન હોય છતાં રાગની રુચિવાળાને અંતરંગ અભિલાષા છૂટી ન હોવાથી છકાયના જીવોનો ઘાતક જ છે. બાહ્ય વિષયો છોડયા હોવા છતાં અંતરંગથી છૂટયા ન હોવાથી વિષયોનો સેવક જ છે. આહાહા ! અંતરદષ્ટિની વાત કોઈ અલૌકિક છે, ભાગ્યશાળીને કાને પડે એવી છે. ૧૨૮.
જેમ કોઈ મોટા રાજા ઘેર આવ્યા હોય અને તેનું સન્માન કરવાનું છોડીને ઘરના નાનકડા બાળક સાથે રમવા લાગે તો આવેલા રાજાનું અપમાન ગણાય, તિરસ્કાર ગણાય છે. તેમ આ બેહદ જ્ઞાન અને બેહદ આનંદવાળો ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ અંદરમાં બિરાજે છે તેની સામું જોવે નહિ અને રાગાદિ વિકલ્પોની જ સામે જોયા કરે એ ભગવાન આત્માનો મહાન અનાદર છે, તિરસ્કાર છે અને એ જ મિથ્યાત્વ છે. એનું ફળ ચાર ગતિનું ભ્રમણ છે. ૧૨૯.
યોગીન્દ્રદેવ કહે છે કે અરે જીવ! હવે તારે ક્યાં સુધી સંસારમાં ભટકવું છે? હજુ તું થાક્યો નથી! હવે તો આત્મામાં આવીને આત્મિક આનંદને ભોગવ! આહાહા! જેમ પાણીના ધોરીયા વહેતા હોય તેમ આ ધર્મના ધોરીયા વહે છે. પીતા આવડે તો પી. ભાઈ ! સારા કાળે તો કાલનો કઠીયારો હોય તે આજે કેવળજ્ઞાન પામે એવો તે કાળ હતો. જેમ પુણ્યશાળીને પગલે પગલે નિધાન નીકળે તેમ આત્મપિપાસુને પર્યાયે પર્યાયે આત્મામાંથી આનંદના નિધાન મળે છે. ૧૩).
*
આત્મા જેવડો ને જેટલો મહાન પદાર્થ છે એવડો મહાન માનવો તે જ આત્માની દયા પાળવારૂપ સમાધિ છે, અને એવા મહાન આત્માને રાગાદિ જેવડો માનવો કે મતિજ્ઞાન આદિ ચાર અલ્પજ્ઞ પર્યાય જેવડો માનવો તે આત્માની હિંસા છે. દિગંબર સાધુ થઈને પંચમહાવ્રતને પાળ્યા પણ અનાદિની પર્યાયમાં રમતું રમીને આત્માની હિંસા કરી છે. આત્માની હિંસા છોડાવી દયા પાળવા આચાર્યદવ આત્માની મોટપની ઓળખાણ કરાવે છે. ૧૩૧.
સમ્યગ્દર્શનના ધારક જીવોને મરણ પણ સુખકારી છે અને સમ્યગ્દર્શન રહિત જીવોને પુણ્યોદય પણ સારો નથી. આત્માની આરાધના વિના પુણ્ય કરે વ્રતાદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com