________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતી:૨૭૧ દરેક દ્રવ્યના પરિણામ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવથી જ થાય છે. બીજા દ્રવ્યનું બિલકુલ કાર્ય નથી. ધજા સ્થિર હતી ને એકદમ હલવા માંડી તે પવન આવ્યો માટે હલવા માંડી એમ નથી. પાણી ઠંડુ હતું તેમાંથી એકદમ ગરમ થયું તે અગ્નિ આવી માટે ગરમ થયું છે એમ નથી, ચોખા કઠણ હતા અને તેમાંથી પોચા થયા તે પાણી આવ્યું માટે થયા છે એમ નથી. બાહ્યદષ્ટિથી જોનાર અજ્ઞાનીને નિમિત્ત દેખીને ભ્રમ પડે છે કે પાણી ઠંડું હતું ને ગરમ થયું તે નિમિત્ત આવ્યું માટે થયું છે પણ એમ નથી. ઘેર બેઠો હતો ત્યારે અશુભ પરિણામ હતા ને મંદિરે ભગવાનના દર્શન કરવા આવ્યો
ત્યાં શુભ પરિણામ થયા, આમ એકદમ અશુભમાંથી શુભ પરિણામ થયા તે નિમિત્તથી થયા એમ છે જ નહિ પણ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવથી પોતાથી જ થયા છે. એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય બિલકુલ કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું કે સ્પર્શ કરતું જ નથી તો એક ને બીજાં દ્રવ્ય કરે શું? આહાહા! આવી વસ્તુની સ્વતંત્રતા બેસી જાય તો એની દષ્ટિ બહારથી ખસીને અંદરમાં વળે. ૧૭૩.
પાણી ઉષ્ણ થયું તે પૂર્વની ઠંડી પર્યાયના વ્યયથી થયું છે પણ અગ્નિથી ઉષ્ણ થયું નથી. માટીના પિંડનો વ્યય તે ઘડાની ઉત્પત્તિનું કારણ છે પણ કુંભારથી ઘડો થયો નથી. રોટલીની ઉત્પત્તિનું કારણ પૂર્વના પિંડનો વ્યય તે રોટલીની ઉત્પત્તિનું કારણ છે પણ જોડે રહેલ વેલણ, ચૂલો, અગ્નિ કે બાઈ કારણ નથી. ભગવાનના દર્શન થયા માટે શુભભાવ ઉત્પન્ન થયો તેમ નથી પણ પૂર્વની પર્યાયના અભાવથી શુભ ભાવનો ઉત્પાદ થયો છે. ભગવાનના નિમિત્તથી શુભનો ઉત્પાદ થયો નથી. સમ્યગ્દર્શન પર્યાયનો ઉત્પાદ તે પૂર્વની મિથ્યાત્વ પર્યાયના અભાવથી થયો છે પણ જોડે રહેલા દેવ-ગુરુના નિમિત્તથી થયો નથી. (સર્ગ) ઉત્પાદ (સંહાર) વ્યય વિના હોતો નથી અને ઉત્પાદ તથા વ્યય ધ્રુવ વિના હોતા નથી. સર્ગ ને સંહાર એટલે ઉત્પાદ ને વ્યય તે ધ્રુવને પ્રકાશે છે–પ્રસિદ્ધ કરે છે, આ જાણવાનું પ્રયોજન ધ્રુવ ઉપર દષ્ટિ કરવાની છે. ૧૭૪.
નિયમસાર ગાથા ૩૮ માં આચાર્યભગવાન કહે છે કે જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ છે તે પરદ્રવ્ય હોવાથી હેય છે, ઉપાદેય નથી. આહાહા! હજુ તો દયા-દાનવ્રતાદિના શુભરાગને હેય કહેતા લોકોને કઠણ પડે છે પણ અહીં તો શુદ્ધ પર્યાયને સંવર-નિર્જરા-મોક્ષની પર્યાયને પણ પરદ્રવ્ય કહીને હેય છે તેમ કહે છે. ગજબ ટીકા છે! આચાર્ય ભગવાન કહે છે કે મેં મારી ભાવના માટે આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં કહે છે કે સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાથી હેય છે. આ સાત તત્ત્વોનો સમૂહ તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com