________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭: જ્ઞાનગોષ્ઠી એવા સ્વચ્છંદી જીવની અહીં વાત નથી. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થરૂપથી સમજે છે તેને સ્વછંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તુત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. ૧૭૦.
જેઓ કર્મનયના આલંબનમાં જ તત્પર છે, શુભક્રિયામાં જ મગ્ન છે, તેઓ જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતા ન હોવાથી સંસારમાં ડૂબેલા છે અને જેઓ જ્ઞાનનયના પક્ષપાતી છે, એકલી જ્ઞાનની વાતો શુષ્કતાથી કરે છે અને સ્વસમ્મુખનો પુરુષાર્થ કરતા નથી તેઓ પણ સંસારમાં ડૂબેલા છે. જેઓ શુભ પરિણામના ભરોસે પડ્યા રહે છે પણ અંતરમાં ભગવાનનો ભરોસો કરતા નથી તેઓ સંસારમાં ડૂબે છે અને જેઓ શુભ પરિણામને તો છોડી દે છે પણ સ્વભાવનો અનુભવ કરતાં નથી ને અશુભમાં પડ્યા રહે છે તેઓ પણ સંસારમાં ડૂબે છે અને જેને હજુ સમ્યગ્દર્શન થયું નથી પણ જેઓ સ્વરૂપ સન્મુખ થવાનો પ્રયત્ન કરે છે તેઓ આ કર્મનય અને જ્ઞાનનયના એકાન્ત પક્ષપાતી નથી પણ સ્વરૂપ સન્મુખ થવાના પ્રયત્નશીલ છે અને જેઓ જ્ઞાનસ્વરૂપને સાક્ષાત્ અનુભવે છે. તેઓ વિશ્વની ઉપર તરે છે, તેઓ કર્મને કદી કરતા નથી અને ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી. અંતરના અનુભવના વલણમાંઉધમમાં પડ્યા છે તેઓ જ સંસારથી તરે છે. ૧૭૧.
જેણે મોહરૂપી મિથ્યાત્વનો દારૂ પીધો છે તેઓ ભ્રમણાના રસના ભારથી શુભ અને અશુભ ભાવમાં ભેદ પાડે છે. શુભાશુભ ભાવ એકરૂપ બંધનું જ કારણ હોવા છતાં મિથ્યાત્વરૂપી ભ્રમણાના રસના ભારથી નાચે છે કે શુભભાવ તે સારો ને અશુભ તે ખરાબ, યાત્રા-ભક્તિ-પૂજા આદિ શુભભાવ તો સારા છે ને તે કરતાં કરતાં ધર્મ થશે અને વિષય કષાય વેપારના ભાવ ખરાબ છે-એમ શુભ ને અશુભ બંને બંધના જ કારણ હોવા છતાં મોહરૂપી ગાંડપણથી ભેદ પાડતો હતો. મિથ્યાત્વરૂપી દારૂ પીને શુભાશુભમાં ભેદ પાડીને અજ્ઞાની નાચતો હતો, શુદ્ધાત્માના અમૃત પીઈને જ્ઞાનજ્યોતિ પ્રગટ કરી મિથ્યાત્વરૂપી મોહને મૂળમાંથી ઊખેડી અજ્ઞાન અંધકારનો નાશ કરી, જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્યથી પ્રગટ કરે છે. જ્ઞાનજ્યોતિ આત્મા કદી શુભાશુભ રૂપે થયો જ નથી. ભલે ગમે એટલા શુભાશુભ ભાવ થયા પણ એ રૂપે શુદ્ધાત્મા કદી થયો જ નથી. એ શદ્ધાત્માના આશયથી જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં લીલામાત્રથી અજ્ઞાન અંધકારનો નાશ કરી નાખે છે. લીલા માત્રમાં-આનંદ કરતાં કરતાં રમત કરતાં કરતાં મોહનો નાશ કરે છે. ૧૭૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com