________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨: જ્ઞાનગોષ્ઠી
થવાની જ એમ માને ત્યારે સર્વજ્ઞને માન્યા કહેવાય.
-આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૨
(૫૯૨)
પ્રશ્ન:- ક્રમબદ્ધનું વાસ્તવિક રહસ્ય ન સમજવાવાળા અજ્ઞાની ક્રમબદ્ધનું ગીત ગાતી વખતે શું ભૂલ કરે છે?
ઉત્ત૨:- એક કહે કે ક્રમબદ્ધ પર્યાય હોય તો તો નિયત થઈ જાય છે, બીજો કહે કે ક્રમબદ્ધમાં અમારે રાગ આવવાનો હતો તે આવ્યો. તે બન્ને ભૂલ્યા છે, મિથ્યાદષ્ટિ છે, મિથ્યાત્વને ઊલટું પુષ્ટ કરીને નિગોદનો માર્ગ બન્નેએ લીધો છે. જેને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે તેની દષ્ટિ પર્યાય ઉ૫૨થી ખસીને આનંદમય આત્મા ઉપર છે, તેને ક્રમબદ્ધમાં રાગ આવે છે તેનો જાણનાર રહે છે. જ્ઞાનાનંદસ્વભાવની દષ્ટિપૂર્વક જે રાગ આવે છે તે રાગ દુઃખરૂપ લાગે છે, તેણે ક્રમબદ્ધને યથાર્થ માન્યું છે. આનંદની સાથે દુ:ખને મેળવે છે-મીંઢવે છે કે અરે! આ રાગ દુઃખરૂપ છે-એમ ક્રમબદ્ધ માનનારો આનંદની દૃષ્ટિ પૂર્વક રાગને દુ:ખરૂપ જાણે છે, રાગની મીઠાશ ઊડી ગઈ છે. જેને રાગમાં મીઠાશ પડી છે અને પહેલાં અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે, મિથ્યાત્વને તીવ્ર કર્યો છે. રાગ મારો નથી એમ કહે અને આનંદસ્વરૂપની દૃષ્ટિ નથી તો તેણે તો મિથ્યાત્વને વધાર્યું છે. ભાઈ! આ તો કાચા પારા જેવું વીતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે. અંતરથી પચાવે તો વીતરાગતાની પુષ્ટિ થાય અને તેનું રહસ્ય ન સમજે તો મિથ્યાત્વને પુષ્ટિ કરે.
-આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૪-૨૫
(૫૯૩)
(
પ્રશ્ન:- જીવ અજીવના કાર્યો ન કરી શકે પણ પોતાના પરિણામ તો ગમે તેમ કરી શકે ને?
ઉત્ત૨:- જીવ પોતાના પરિણામ પણ ગમે તેમ ન કરી શકે પણ જે પરિણામ ક્રમસ૨ જે થવાના છે તે જ થાય છે, આડા અવળા ગમે તેમ કરી શકે નહિ. જીવ તો એકલો જ્ઞાયકભાવ માત્ર છે, જાણનાર જાણનાર જ છે.
-આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ ૨૯-૩૦
(૫૯૪)
પ્રશ્ન:- ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કેમ થાય ? તેના દ્વારા શું સિદ્ધ કરવું છે? તેનું તાત્પર્ય શું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com