________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ક્રમબદ્ધપર્યાયઃ ૧૯૧
ઉત્તર:- શ્રુતજ્ઞાનીને કેવળજ્ઞાન પ્રગટ થવાનું જ છે તેથી ઉતાવળ-અધીરજ થતી નથી. તે જાણે છે કે ક્રમબદ્ધ પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટ થવાના કાળે પ્રગટ થવાનું જ છે તેથી ઉતાવળ કે અધીરજ થતી નથી. ક્રમબદ્ધમાં અકર્તાપણું હોવાથી વીતરાગતા છે. પૂર્ણ સ્વરૂપમાં દષ્ટિ છે તેથી વીતરાગતા છે. જેમ બીજ ઊગી છે તે પૂર્ણ-પૂનમ થશે જ એમાં સંશય કે સંદેહ નથી. તેમ જેને અંતર આત્મભાન થયું છે તેને કેવળજ્ઞાન થવાનું જ છે, કેવળજ્ઞાન દોડયું આવે છે. તે અલ્પકાળમાં પ્રગટ થશે જ, એમાં સંશય કે સંદેહ શ્રુતજ્ઞાનીને થતો નથી.
-આત્મધર્મ અંક ૪૨૬, એપ્રિલ ૧૯૭૯, પૃષ્ઠ ૨૬
(૫૮૯) પ્રશ્ન:- અમારી કાળલબ્ધિ પાકી નથી એટલે સમ્યગ્દર્શન થતું નથી ને?
ઉત્તર- ના, ના, એમ નથી, પણ તમારો પુરુષાર્થ નથી એટલે સમ્યગ્દર્શન થતું નથી. કાળલબ્ધિની ભાષા સાંભળીને ધારી લે ને બોલે એમ ન ચાલે. ભગવાને દેખ્યું હશે ત્યારે થશે એમ ધારી લેવાથી ન ચાલે. ભગવાને દીઠું એની પ્રતીત છે? ભગવાને દીઠું એનું યથાર્થ જ્ઞાન કરે, યથાર્થ નિર્ણય કરે એની દષ્ટિ તો દ્રવ્યસ્વભાવ ઉપર હોય અને તેની કાળલબ્ધિ પાકી જ હોય છે. પરના કાર્ય કરવામાં તો ઊંધો પુરુષાર્થ કરે છે અને તારા આત્મકાર્યમાં કાળલબ્ધિના બહાના કાઢી પુરુષાર્થ કરતો નથી તો સમ્યગ્દર્શન ક્યાંથી થાય ?
-આત્મધર્મ અંક ૪૪૬, ડિસેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૨૯
(૫૯૦) પ્રશ્ન:- આપે કહ્યું કે અકસ્માત કાંઈ જ થતું નથી તેથી જ્ઞાની નિઃશંક ને નિર્ભય છે. પણ છાપામાં તો અકસ્માતના બનાવો ઘણા આવે છે?
ઉત્તર- જગતમાં અકસ્માત કાંઈ થતું જ નથી. જે દ્રવ્યની પર્યાય જે કાળે થવાની હોય તે જ થાય છે. દેહ છૂટવાનો જે કાળ જે ક્ષેત્ર અને જે નિમિત્તથી છૂટવાનો હોય તે રીતે જ છૂટે છે. આડું-અવળું કે અકસ્માતથી કોઈ પદાર્થનું પરિણમન થતું જ નથી. વ્યવસ્થિત જ થાય છે.
–આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૪-૨૫
(૫૯૧) પ્રશ્ન:- ધર્મનું મૂળ સર્વજ્ઞ છે તે સર્વજ્ઞને ક્યારે માન્યા કહેવાય ?
ઉત્તર ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞને ક્યારે માન્યા કહેવાય? કે સર્વજ્ઞ દરેક દ્રવ્યની ત્રણ કાળની પર્યાયને જાણે છે તે પર્યાય જે સમયે થવાની તે ક્રમબદ્ધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com