________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦: જ્ઞાનગોષ્ઠી
જ્ઞાનીની વાતો ધારી ધારીને કરે તે ન ચાલે. પહેલાં સર્વજ્ઞનો નિર્ણય લાવ. દ્રવ્યનો નિર્ણય કર્યા વિના સર્વજ્ઞનો નિર્ણય ખરેખર થાય નહિ.
-આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૩૧
(૫૮૬)
પ્રશ્નઃ- ક્રમબદ્ધમાં કરવાનું શું આવ્યું?
ઉત્ત૨:- કરવું છે ક્યાં? કરવામાં તો કર્તૃત્વબુદ્ધિ આવે છે. ક૨વાની બુદ્ધિ છૂટી જાય એ ક્રમબદ્ધ છે. ક્રમબદ્ધમાં કર્તૃત્વબુદ્ધિ છૂટી જાય છે. ૫૨માં તો કાંઈ કરી શકતો જ નથી અને પોતામાં પણ જે થવાનું છે તે થાય છે એટલે પોતામાં પણ રાગ થવાનો છે તે થાય છે એને કરવો શું? રાગમાંથી પણ કર્તૃત્વબુદ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાય ઉપરથી પણ દષ્ટિ છૂટી ગઈ ત્યારે ક્રમબદ્ધની પ્રતીતિ થઈ. ક્રમબદ્ધની પ્રતીતિમાં તો જ્ઞાતાદષ્ટા થઈ ગયો. નિર્મળ પર્યાય કરું એવી બુદ્ધિ પણ છૂટી ગઈ. રાગને કરું એ વાત તો ક્યાં રહી? પણ જ્ઞાન કરું એ બુદ્ધિ પણ છૂટી જાય છે. કર્તૃત્વબુદ્ધિ છૂટી જાય અને એકલું જ્ઞાન રહી જાય છે. જેને રાગને કરવો છે. રાગને અટકાવવો છે, તેને એ ક્રમબદ્ધની વાત બેઠી જ નથી. રાગને કરવો અને રાગને છોડવો એ પણ આત્મામાં નથી. આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ છે.
પરની પર્યાય તો જે થવાવાળી છે તે થાય જ છે, તેને હું શું કરું? અને મારામાં જે રાગ આવે છે તેને હું શું લાવું? અને મારામાં જે શુદ્ધ પર્યાય આવવાની તેને કરું-લાવું એવા વિકલ્પથી પણ શું? પોતાની પર્યાયમાં થવાવાળો રાગ અને થવાવાળી શુદ્ધપર્યાય તેને કરવાનો વિકલ્પ શું? રાગનું કર્તૃત્વ અને શુદ્ધપર્યાયના કર્તૃત્વનો વિકલ્પ એ સ્વભાવમાં છે જ નહિ. અકર્તાપણું આવવું એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે.
-આત્મધર્મ અંક ૪૨૭, મે ૧૯૭૯, પૃષ્ઠ ૨૩-૨૪ (૫૮૭)
પ્રશ્ન:- મોક્ષની પર્યાય કરે ત્યારે થાય કે થવાની હોય ત્યારે થાય ?
ઉત્ત૨:- જ્ઞાનીની દષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એ દ્રવ્યમાં ભાવ નામનો ગુણ છે એ ગુણના કારણે નિર્મળ પર્યાય થાય જ છે, તેને કરું તો થાય એમ નથી. દૃષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે એને નિર્મળતા થાય જ છે.
-આત્મધર્મ અંક ૪૩૨, ઓકટોબ૨ ૧૯૭૯, પૃષ્ઠ ૩૧
(૫૮૮ )
પ્રશ્ન:- શ્રુતજ્ઞાનીને કેવળજ્ઞાન પ્રગટાવવાની ઉતાવળ થતી નથી ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com