________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭)
પુણ્ય-પાપ
(૫૯૯ )
પ્રશ્ન:- શું પુણ્ય અને પાપ સમાન છે?
ઉત્ત૨:- જે કોઈ જીવ પુણ્ય-પાપમાં ભેદ માને છે તે જીવ મિથ્યાદષ્ટિ છે અને ઘોર સંસારમાં રખડશે તેમ પ્રવચનસાર ગાથા ૭૭માં કહ્યું છે. કારણ પુણ્ય અને પાપ ભાવમાં અનાત્મપણું સરખું જ છે. વ્યવહારથી પુણ્ય અને પાપ ભાવમાં ભેદ છે તે જ્ઞાન કરવા માટે છે પણ પરમાર્થથી પુણ્ય-પાપમાં ભેદ નથી, બંનેમાં અનાત્મપણું સમાન છે.
-આત્મધર્મ અંક ૩૯૭, નવેમ્બર ૧૯૭૬, પૃષ્ઠ ૨૭
(૬૦૦)
પ્રશ્ન:- પ્રવચનસારમાં શુભ-અશુભમાં ભેદ માને તેને મિથ્યાદષ્ટિ કહ્યો છે અને બીજે શુભને છાંયા સમાન અને અશુભને તડકા સમાન કહ્યો છે?
ઉત્ત૨:- શુભ-અશુભને છાંયા તડકા સમાન કહ્યું છે એ તો જ્ઞાનીની વાત છે. જ્ઞાનીને પાંચમા ગુણસ્થાને શાંતિ વધી છે તેના શુભરાગને વ્યવહારે છાંયારૂપ ગણેલ છે. જ્ઞાનીના શુભરાગને પરંપરા મોક્ષનું કારણ પણ શાસ્ત્રમાં કહ્યું છે પણ એ તો દૃષ્ટિ સમ્યક્ થઈ છે અને અશુભ ટળ્યો છે તેને વ્યવહારથી પરંપરા કારણ કહ્યું છે, પણ અજ્ઞાનીના શુભરાગને છાયા સમાન કે પરંપરા મોક્ષનું કારણ કહેવાતું નથી. અજ્ઞાની દ્રવ્યલિંગધારી શુક્લલેશ્યાના શુભરાગથી નવમી ત્રૈવેયક ઊંચે ગયો ને ત્યાંથી પાછો નીચે સંસારમાં પટકાય છે. અજ્ઞાનીના શુભરાગની ગણતરી નથી. આત્મા તદ્દન નિર્લેપ અખંડાનંદ ૫૨માત્મા છે એની દૃષ્ટિ કર્યા વિના એક ડગલું પણ મોક્ષમાર્ગમાં આગળ જઈ શકે નિહ. ટૂંકામાં મૂળ સિદ્ધાંત એક છે કે સ્વના આશ્રયથી મુક્તિ ને પરના આશ્રયથી સંસાર. છઢાળામાં કહ્યું કે લાખ વાતની વાત નિશ્ચય ઉર આણો.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩૦-૩૧
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com