SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કારણશુદ્ધપર્યાયઃ ૧૯૫ (૫૯૭) પ્રશ્ન:- કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય કયા નયનો વિષય છે? ઉત્ત૨:- કારણશુદ્ધપર્યાય સહજશુદ્ઘનિશ્ચયનયનો વિષય છે ને આ કાર્યશુદ્ધપર્યાય શુદ્ધસદ્દભૂત વ્યવહારનયનો વિષય છે. -આત્મધર્મ અંક ૧૯૩, કારતક ૨૪૮૬, પૃષ્ઠ ૧૫ (૫૯૮ ) પ્રશ્ન:- કેવળજ્ઞાનાદિની શુદ્ધપર્યાયોને નિરપેક્ષ કહી અને કારણશુદ્ધપર્યાયને પણ નિરપેક્ષ કહી-તો તે બન્ને પ્રકા૨ના નિરપેક્ષોમાં શું તફાવત છે? ઉત્ત૨:- જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી જે કેવળજ્ઞાનાદિ પર્યાય પ્રગટી તે પણ સ્વભાવપર્યાય છે અને તેને ઈન્દ્રિયો વગેરેની અપેક્ષા નથી તે અપેક્ષાએ તેને નિરપેક્ષ કહેવાય, પરંતુ કર્મના ક્ષય સાથે તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એટલી અપેક્ષા તેનામાં આવે છે; ત્યારે આ કારણશુદ્ધપર્યાયમાં તો કર્મ સાથેના નિમિત્તનૈમિત્તિકસંબંધની પણ અપેક્ષા નથી, તે તો દ્રવ્ય સાથે ત્રિકાળ નિરપેક્ષપણે વર્તે છે! -આત્મધર્મ અંક ૧૯૩, કારતક ૨૪૮૬, પૃષ્ઠ ૧૩ કારણશુદ્ધપર્યાયથી તાત્પર્ય શું? सहजशुद्धनिश्चयेन अनाद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजज्ञानसहज चारित्रसहजपरमवीतरागसुखात्मकशुद्धान्तस्तत्त्वस्वरूपस्वभावानन्तचतुष्टय स्वरूपे - ण सहाञ्चितपंचमभावपरिणतिरेवकारणशुद्धपर्याय इत्यर्थः। અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળા અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજ૫રમવીતરાગસુખાત્મકશુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ જે સ્વભાવ-અનંતચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણિત ( –તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિક ભાવની પરિણિત ) તે જ કારણશુદ્ધપર્યાય છે, એવો અર્થ છે. -શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત નિયમસાર ગાથા ૧૫ની ટીકા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy