________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ: ૧૯૭ (૬૦૧) પ્રશ્ન- અમોએ સાંભળ્યું છે કે અધ્યાત્મમાં પુણને પણ પાપ કહે છે? એનો આધાર શું?
ઉત્તર - પાપને પાપ તો જગતમાં સૌ કહે છે પણ અનુભવી-જ્ઞાનીજન તો પુણ્યને પણ પાપ કહે છે. હિંસા, જૂઠું, ચોરી, આદિને તો જગત પાપ માને છે પણ દયા, દાન, પૂજા, ભક્તિ આદિના શુભરાગને જ્ઞાનીજનો પાપ કહે છે, કેમ કે
સ્વરૂપમાંથી પતિત થઈને શુભરાગ ઊઠે છે. તેથી તે પણ પાપ છે. શુભરાગમાં સ્વની હિંસા થાય છે તેથી પ્રવચનસાર ગાથા ૭૭માં કહ્યું છે કે પુણ્ય-પાપમાં જે ભેદ માને છે-તફાવત માને છે તે મિથ્યાદષ્ટિ ઘોર સંસારમાં રખડશે. તે પ્રમાણે યોગસાર ગાથા ૭૧માં શ્રી યોગીન્દુદેવ કહે છે
પાપ ભાવકો પાપ તો જાનત હૈ સબ લોય,
પુણ્ય ભાવ ભી પાપ હૈ જાને વિરલા હોય. આહાહા! આ વાત તો જેને અંતરમાં ભવનો તાપ લાગ્યો હોય, અને ભવથી મુક્ત થવું હોય તેવા ભવ્યજીવને ગળે ઉતરશે.
-આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૯
(૬૦૨) પ્રશ્ન- ચૈતન્ય સ્વભાવના ભાન વિના જે કંઈ પુણ્ય કરવામાં આવે તો તેમાં શું નુકશાન છે?
ઉત્તર:- ચૈતન્ય સ્વભાવના ભાન વગર જે કંઈ પુણ્ય કરવામાં આવે તે છાર ઉપર લીંપણ સમાન છે. જેમ એક હાથ રાખના દળ ઉપર લીંપણ કરવામાં આવે તો તે લીંપણ રાખ ઉપર ટકે નહિ. જેવું થોડુંક સુકાય ત્યાં પોપડા ઊખડવા મંડ, લીંપણ તો કઠણ ભોં ઉપર ચાલે, રાખના દળ ઉપર ચાલે નહિ. તેમ ત્રિકાળી ચૈતન્યસ્વભાવના ભાન વગર પર લક્ષે જે કાંઈ પુણ્ય કરવામાં આવે તે કાર પર લીંપણ સમાન છે. સ્વભાવનું ભાન નથી એટલે થોડા કાળમાં તે પુણ્ય પલટીને પાપ થઈ જશે. તેનું પુણ્ય લાંબો કાળ ટકશે નહિ. એમ જાણીને ચૈતન્યસ્વભાવ સ્વરૂપ ભગવાન આત્માનું ભાન અવશ્ય કરવું જોઈએ.
-આત્મધર્મ અંક ૭૭, ફાગણ ૨૪૭૬, પૃષ્ઠ ૯૪
(૬૦૩) પ્રશ્ન-યોગસારમાં પુણને પણ પાપ કેમ કહ્યું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com